મહારાષ્ટ્ર

Pune Drug Case: કેન્દ્રીય મંત્રીના આદેશ બાદ પોલીસ કમિશનરની મોટી કાર્યવાહી

સાંસ્કૃતિક નગરી પુણેના ડ્રગ્સ યુઝરનો એક વીડિયો વાયરલ થયા બાદ હંગામો મચી ગયો છે. પુનામાં સગીર બાળકો પણ ડ્રગ્સને રવાડે ચઢી ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેના કારણે વિપક્ષે સરકાર પર પસ્તાળ પાડી છે. જાણકારી મળ્યા બાદ પુણે પોલીસે રવિવારે બે કર્મચારીઓ સામે કાર્યવાહી કરી હતી. પરંતુ સત્તાધીશો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. કેન્દ્રીય રાજ્ય પ્રધાન મુરલીધર મોહોલે આ બાબતની નોંધ લીધી હતી અને તેમણે પોલીસ કમિશનરને કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. તેમના આદેશ બાદ શિવાજીનગર પોલીસ સ્ટેશનના ક્રાઈમ પોલીસ ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પુણે પોલીસને કડક કાર્યવાહી કરવાનો આદેશ મળ્યા બાદ પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે શિવાજીનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર (ક્રાઈમ) અનિલ માને અને આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર દિનેશ પાટીલને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી હતી. સમગ્ર પુણે શહેરમાં ડ્રગ્સ સામે પુણે પોલીસનું સ્વતંત્ર અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સમગ્ર પુણે શહેરમાં ડ્રગ્સ સામે પુણે પોલીસનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પુણે પોલીસ કમિશનરને આ માટે અલગ સિસ્ટમ અને મેનપાવરની નિમણૂક કરવા પણ સૂચના આપવામાં આવી છે.

પુણેની કોલેજોની આસપાસ પણ ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવામાં આવશે. પુણેની તમામ કોલેજો, પબ, હોટલ અને શંકાસ્પદ સ્થળોએ ઝડપી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવશે. ડ્રગ્સના મૂળ સુધી પહોંચવા માટે અસરકારક તપાસ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવશે, એમ પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું.

આ પણ વાંચો : પુણેની એક Hotelના Bathroomમાં થઈ રહ્યું હતું એવું કામ કે… વીડિયો થયો વાઈરલ…

NCP (SP)ના જયંત પાટિલે આ મુદ્દે રાજ્ય સરકારની ટીકા કરતા ટ્વિટ કરી હતી અને જણાવ્યું હતું કે પુણેમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુનાખોરી ચરમસીમાએ પહોંચી છે. પોલીસને તેમના સમાચારોમાંથી ગુનાઓની માહિતી નથી મળતી પરંતુ તે સોશિયલ મીડિયા પર મળી રહી છે. ‘હોમ ઑફ લર્નિંગ’ તરીકે ઓળખાતું પૂણે ‘ડ્રગ્સ અને પબ્સનું ઘર’ તરીકે જાણીતું બની રહ્યું છે અને આ માટે હાલના શાસકોની અસમર્થતા જવાબદાર છે. પુણે શહેર છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા જ્યોતિરાવ ફૂલે, લોકમાન્ય બાલ ગંગાધર તિલકનું શહેર છે. મૂળ પુણેની ઓળખ હવે આખી દુનિયામાં ભૂંસાઈ ગઈ છે અને સત્તાધારી ભાજપ શિંદે જૂથની સરકારને કારણે શહેર હવે બદનામ થઈ રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button