મનોરંજન

Sonakshi Weds Zahir: દુલ્હને ચાર દાયકા જૂની કોની સાડી પહેરી હતી?

ઘણી ચર્ચાઓ અને અટકળો બાદ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ કપલે 23 જૂને પરિવાર અને મિત્રોની-પરિવારની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા છે. અને પછી કપલે મુંબઈમાં જ એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં રેખા, કાજોલ, સલમાન ખાન અને અનિલ કપૂર જેવા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. લગ્ન અને રિસેપ્શનના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે.

તેમાં સૌથી વધુ ચર્ચા થઈ રહી છે અભિનેત્રીએ કોર્ટ મેરેજ વખતે પહેરેલી સફેદ સાડીની. લગ્નમાં અભિનેત્રી સફેદ રંગની સાડી અને જ્વેલરીમાં જોવા મળી હતી. આ સાડી સોનાક્ષીએ લગ્ન માટે ખાસ નથી ખરીદી પણ જૂની સાડી છે. હવ આવી સ્ટાર જૂની સાડી પહેરે તે માનવામાં ન આવે, પણ અહેવાલોનું માનીએ તો આ સાડી 44 વર્ષ જૂની છે. આ સાડી સોનાક્ષીની મમ્મી પૂનમ સિન્હાની છે, જે તેમણે તેમના અભિનેતા શત્રુધ્ન સિન્હા સાથેના લગ્ન સમયે પહેરી હતી.

લગ્નની નોંધણી કરાવ્યા બાદ સોનાક્ષી સિંહાએ લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આમાં અભિનેત્રી સિમ્પલ લુકમાં જોવા મળી હતી. લગ્નમાં સોનાક્ષીએ સફેદ રંગની સાડી સાથે જ્વેલરી પહેરી હતી. તેમાં ચોકર કુંદન નેકલેસ, સોનાની બંગડીઓ, સગાઈની વીંટી અને કુંદનની વીંટી જોવા મળી હતી. આવી સ્થિતિમાં હવે તેની સાડી અને જ્વેલરી વિશે ખુલાસો થયો છે કે તે 44 વર્ષની છે, જે તેની માતા પૂનમ સિન્હાની છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સોનાક્ષીએ ઝહીર સાથે આ સાડી અને જ્વેલરી પહેરીને લગ્ન કર્યા હતા, પૂનમ સિન્હાએ 44 વર્ષ પહેલા આ સાડીમાં જ પહેર્યા બાદ શત્રુઘ્ન સાથે સાત ફેરા લીધા હતા. પૂનમ સિન્હા અને શત્રુઘ્ન સિન્હાના પહેલા લગ્ન 9 જુલાઈ, 1980ના રોજ થયા હતા. સોનાક્ષી માતા-પિતાથી ખૂબ જ લગાવ રાખતી હોય તેણે પોતાના લગ્નમાં આ સાડી પહેરવાનું નક્કી કર્યું હતું.

પહેલી નજરનો પ્રેમ પણ આ દિવસે જ થયો હતો
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નની રસપ્રદ વાત એ છે કે સાત વર્ષ પહેલા જે દિવસે તેઓ મળ્યા હતા તે દિવસે જ બંનેના લગ્ન થયા હતા. 23 જૂન એ દિવસ હતો જ્યારે તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી. તેમના પ્રેમની શરૂઆત 2017માં થઈ હતી. હવે 23મી જૂન તેમના માટે યાદગાર બની ગઈ છે. હવે તેઓ લગ્નના બંધનમાં બંધાયા છે. તેમના લગ્નનું રિસેપ્શન પણ યોજાઈ ગયું છે. આ રિસેપ્શનમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કહેવામાં આવી રહ્યું છે કે આ કપલે પાર્ટી માટે 1000 મહેમાનોને આમંત્રણ આપ્યું હતું. 23 જૂનની સાંજે, દંપતીએ પહેલા સગાઈ કરી અને પછી લગ્નની નોંધણી કરાવી. હતી.

સોનાક્ષીના આંતરધર્મીય લગ્ન છે ત્યારે ઝહીરના પિતાએ પહેલેથી જ કહી દીધું છે કે વહુએ ધર્મ બદલવાની કોઈ જરૂર નથી.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button