મનોરંજન

સોનાક્ષી સિંહાના લગ્નમાં ભાઇ લવ-કુશ ગેરહાજર!, તો ભાઇની ફરજ કોણે નિભાવી?

દબંગ ગર્લ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ 23 જૂન 2024ના રોજ કોર્ટ મેરેજ કરી લીધા છે. લગ્નમાં કપલ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું હતું અને ફંક્શનમાં 1 હજાર લોકોએ હાજરી આપી હતી. 24 જૂને સવારે 4 વાગ્યા સુધી લગ્નનો કાર્યક્રમ ચાલ્યો હતો. સોશિયલ મીડિયા કપલના લગ્ન અને વેડિંગ રિસેપ્શનના ફોટા અને વીડિયોથી ભરાઈ ગયું છે.

સોનાક્ષી સિન્હાના લગ્નના આવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, પરંતુ એક વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયો સોનાક્ષી સિન્હાની બ્રાઈડલ એન્ટ્રીનો છે, જેમાં અભિનેત્રી ફૂલોની ચાદર નીચે ચાલતી જોવા મળી રહી છે. પરંતુ જેણે ચાદર ઉપાડી તે અભિનેત્રીનો ભાઈ નહીં પણ કોઈ અન્ય હતો. આવી સ્થિતિમાં યુઝર્સનો સવાલ એ છે કે ભાઈ લગ્નમાં કેમ ન આવ્યા? અને જો ભાઇ નહોતા આવ્યા તો ભાઇની ફરજ કોણે નિભાવી?

સામાન્ય રીતે બ્રાઇડલ એન્ટ્રીમાં ભાઈ ફૂલોની ચાદર લઇ જાય છે. સોનાક્ષી સિન્હાની બ્રાઇડલ એન્ટ્રીના વીડિયોમાં, અભિનેત્રી ફૂલોની ચાદર નીચે ક્રીમ રંગની સાડી પહેરીને પતિ પાસે જતી જોવા મળે છે. એ દરમિયાન તેની આંખોમાં આંસુ છે. જોકે, આ વીડિયોમાં લોકોનું ધ્યાન લોકોનું ધ્યાન ફૂલોની ચાદર લઈને આગળ ચાલતા સાકિબ સલીમ પર હતું. સાકિબ સલીમ સોનાક્ષીની બેસ્ટ ફ્રેન્ડ અને એક્ટ્રેસ હુમા કુરેશીનો ભાઈ છે. સાકિબ સલીમ હસોનાક્ષીને મોટા સ્મિત સાથે ફૂલોની ચાદર નીચે લાવતો જોવા મળે છે.

સોનાક્ષી- ઝહીરના વેડિંગના વાયરલ થયેલા ફોટા અને વીડિયોમાં અભિનેત્રીના ભાઈઓ લવ-કુશ ક્યાંય દેખાતા નથી, પણ હુમા કુરેશીનો ભાઇ સાકિબ સલીમ તેના ભાઈ તરીકેની ફરજ નિભાવતો જોવા મળે છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં એક જ સવાલ છે કે સોનાક્ષીના બે ભાઈ લવ અને કુશ લગ્નમાં કેમ ન જોવા મળ્યા.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button