ગુજરાતમાં આજથી ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ, 6ઠ્ઠી જુલાઈ સુધી પરીક્ષા ચાલશે
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનો આજ 24 જુનથી પ્રારંભ થવાનો છે. ધોરણ 10 અને 12ના 2.38 લાખ જેટલા વિદ્યાર્થીની આજ સોમવારથી પૂરક પરીક્ષા આપશે..
તાજેતરમાં માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની વાર્ષિક પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષાનું તાજેતરમાં પરિણામ જાહેર થયું હતું જેમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની પરીક્ષા માટે કુલ 383 સ્કૂલોમાં વ્યવસ્થા ગોઠવાઈ છે જ્યારે ધોરણ 12 માટે 270 સ્કૂલોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વખતે વિષયોની સંખ્યામાં વધારો થતાં ત્રણ-ચાર દિવસમાં પૂર્ણ થતી પૂરક પરીક્ષા 9 દિવસ સુધી ચાલશે. પુરક પરીક્ષા આજ 24મી જૂન થી 6ઠ્ઠી જુલાઈ સુધી આયોજન કરવામાં આવ્યું છે.
Also Read –