નેશનલ

યોગા પર્ફોર્મર Archna Makvanaને સુવર્ણ મંદિરમાં યોગ કરવું પડ્યું ભારે

નવી દિલ્હી: અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં વિડીયો કરનાર યુવતીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ ઇનફ્લુએન્સર અર્ચના મકવાણાને અમૃતસરના સુવર્ણ મંદિરમાં યોગ કરવું ભારે પડ્યું છે અને તેની વિરુદ્ધ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો: હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ Arvind Kejriwal પહોંચ્યા સુપ્રીમના ચરણે

અમૃતસર પોલીસ દ્વારા અર્ચના મકવાણાની વિરુદ્ધ ફરિયાદ દાખલ થયા બાદ તેનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. તેમાં તે ગુજરાત સરકાર અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળેલ પોલીસ રક્ષણનો આભાર માની રહી છે અને કોઈપણ ચિંતાની વાત નથી તેવું પણ જણાવી રહી છે.

વાત એમ છે કે 21 જૂનના રોજ અર્ચના મકવાણા એવોર્ડ લેવા માટે દિલ્હી ગઇ હતી ત્યારે તે માથું ટેકવવા માટે અમૃતસર ગઇ હતી. અર્ચના એક યોગા પર્ફોર્મર છે અને તે જુદી જુદી જગ્યાએ યોગ કરતી હોય તેવા ફોટો શેર કરતી હોય છે. સુવર્ણ મંદિર પહોંચીને તેમણે યોગ કરતી હોવાની તસવીર ઇંસ્ટાગ્રામ પર શેર કરી હતી.

આ પણ વાંચો: Chhattisgarhમાં નકસલીઓએ કર્યો IED Blast: 2 જવાન શહીદ

તેમણે સુવર્ણ મંદિરના સંગેમરમરના પ્રદક્ષિણા પથ પર યોગ કર્યો હતો, જેને પરિક્રમાના રૂપે માનવામાં આવે છે. જેને લઈને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના અધ્યક્ષ હરજીન્દર સિંહ ધામીએ કહ્યું હતું કે અમુક લોકો જાણી જોઈને પવિત્ર સ્થાનની મર્યાદા નથી જાળવતા. મહિલા દ્વારા યોગ કરવાથી શીખોની લાગણી દુભાઈ છે. જો કે આ મામલે બેદરકારી દાખવીને યોગ કરવાઆની મંજૂરી આપનાર અધિકારીઓની પણ તપાસ કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ