આમચી મુંબઈ

મુંબઈ પુણે એકસપ્રેસ વેને લઈને આવ્યા મહત્વના સમાચાર, હવે 6 નહીં આટલી લેન હશે એકસપ્રેસ વે પર…

મુંબઈ: છેલ્લા કેટલાક વર્ષોની વાત કરીએ તો રસ્તા પર વાહનોની સંખ્યામાં પુષ્કળ વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત જો ભવિષ્યનો વિચાર કરીએ તો આ સંખ્યામાં હજી વધુ વધારો અને નવી મુંબઈ એરપોર્ટને કારણે આ ટ્રાફિકમાં વૃદ્ધિ થવાની પૂરેપૂરી શક્યતાને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા મુંબઈ પુણે એક્સપ્રેસ વેની બંને બાજુ પર એક-એક લેન ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) દ્વારા આ માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવામાં આવશે. અત્યારના વર્તમાન છ-લેનના આ એક્સપ્રેસવેને આઠ-લેનનો બનાવવા માટે આશરે રૂ. 2,500 કરોડનો ખર્ચ થવાનો અંદાજ વ્યકત કરાઈ રહ્યો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ આ જ એકપ્રેસ વે પર ‘મિસિંગ લિન્ક’ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
યશવંતરાવ ચવ્હાણ પુણે-મુંબઈ એક્સપ્રેસવેને દેશના પ્રથમ એક્સપ્રેસ વે તરીકે પણ ઓળખવામાં આવે છે.


આ એક્સપ્રેસ વે પુણે અને મુંબઈ એમ બંને શહેરો વચ્ચે પ્રવાસ કરવા લાગતા સમયને ઘટાડવા માટે બનાવવામાં આવ્યો હતો. આ હાઈવે કાર્યરત થયાને બે દાયકા એટલે કે વીસ વર્ષનો સમય પસાર થઈ ગયો છે અને આ સમયગાળા દરમિયાન આ હાઈવેનો ઉપયોગ કરતા વાહનોની સંખ્યામાં તો એના કરતાં પણ અનેકગણો વધારો જોવા મળ્યો છે.

હાઈવે પર વાહનોની અવરજવરની ક્ષમતાની વાત કરીએ તો પુણે-મુંબઈ એક્સપ્રેસ વેની દૈનિક વાહન વહન કરવાની ક્ષમતા 60,000ની વચ્ચે છે, પરંતુ હાલમાં રોજના 80,000થી વધુ વાહનો આ એકસપ્રેસ વે પરથી પસાર થાય છે. પરિણામે ઘણી વખત એવું જોવા મળે છે કે ઘાટ સેક્શનમાં ટ્રાફિક જામને કારણે વાહનચાલકોને ત્રણથી સાડા ત્રણ કલાકને બદલે પાંચ કલાકથી પણ વધુનો સમય લાગે છે.


હાઈવે પરની આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ખુદ માર્ગ વિકાસ નિગમ દ્વારા ‘મિસિંગ લિન્ક’ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે અને આ પુણેથી મુંબઈ ખૂટતી લિંકનું કામ અંતિમ તબક્કામાં છે.


આ મિસિંગ લિન્કને કારણે નવી મુંબઈ એરપોર્ટ પુણેથી મુંબઈ અને મુંબઈથી પુણેનો ટ્રાફિક વધવાની શક્યતા છે. વર્તમાન સમયની વાત કરીએ તો આ હાઇવે પર દૈનિક ટ્રાફિક ક્ષમતા કરતાં 30 ટકા વધુ વાહનોની અવરજવર કરે છે.
ક્ષમતા કરતાં વધુ વાહનોને કારણે હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા તો જોવા મળે જ છે પણ એની સાથે સાથે જ આ હાઇવે પર થતા અકસ્માતોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…