આમચી મુંબઈ

મુંબઈમાં શાકભાજી (Vegetables Price)ના ભાવ આસમાને, જાણો કારણ?

મુંબઈઃ ચોમાસું બેસતા અને વરસાદની મહેરથી ભલે મુંબઈગરાઓને ગરમીથી રાહત મળી હોય, પરંતુ ગરમીના કારણે શાકભાજીના પાક પર થયેલી અસર હજી મુંબઈગરાઓને દઝાડી રહી છે. કપરા ઉનાળાના કારણે શાકભાજીના પાક પર થયેલી અસરના કારણે અનેક શાકભાજીના ભાવ (Vegitable rates high) આસમાને પહોંચ્યા છે અને તેના કારણે સામાન્ય નાગરિકો અને ખાસ કરીને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. મુંબઈના મુલુંડ, કલવા માર્કેટ, નેરુલ અને પવઇ જેવા વિસ્તારોમાં અનેક શાકભાજીના ભાવ ખાસ્સા વધી ગયા છે.

ખાસ કરીને રોજબરોજની વપરાશમાં વપરાતા ટામેટા, કોથમીર અને મરચા જેવા શાકભાજીના દર વધ્યા છે. નવી મુંબઈ, મુંબઈ, થાણે અને કલ્યાણ જેવા વિસ્તારોમાં ટામેટા 80થી 100 રૂપિયા કિલોના ભાવે વેંચાઇ રહ્યા છે.

આ પણ વાંચો : “અનામતના પ્રશ્નનો એક માત્ર ઉકેલ છે”… કોંગ્રેસના નેતાએ અનામતના મુદ્દે કહી મોટી વાત

આ વિસ્તારમાં મરચાં, કોથમીર ઉપરાંત કાંદા અને બટેટાના દરમાં પણ વધારો થયો છે. ખાસ કરીને ડ્રમસ્ટીક એટલે કે સરગવાની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સરગવો 200 રૂપિયે કિલોના ભાવે બજારમાં વેંચાઇ રહ્યો છે.
હાલમાં જ બહાર પાડવામાં આવેલી જથ્થાબંધ બજાર એટલે કે હોલસેલ માર્કેટની કિંમતો પર નજર નાંખીએ તો વાશી એપીએમસી(એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી)માં ટામેટાના ભાવ ઓછામાં ઓછા ભાવ 26 રૂપિયા અને વધુમાં વધુ 38 રૂપિયા, પુણેમાં 23થી 40 રૂપિયા અને સંગમનેર બજારમાં 25થી 37 રૂપિયાનો સરેરાશ ભાવ હતો.

ગયા વર્ષની સરખામણીમાં જૂન મહિનામાં ખાસ કરીને લીલા શાકભાજીઓની વધેલી કિંમતનું કારણ વધુ પડતી ગરમીના કારણે પાકને થયેલું નકુસાન હોવાનું એપીએમસી બજારના એક વેપારીએ જણાવ્યું હતું. ટીંડોરા, ફણસી, ગુવાર, ફ્લાવર જેવા શાકભાજીની કિંમત પણ સામાન્ય કરતાં 40થી 50 ટકા વધી હોવાનું તેમણે જણાવ્યું હતું.

સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવમાં આટલો ઉછાળો આવ્યો છે ત્યારે કેપ્સિકમ, યલો કેપ્સિકમ(બેલ પેપર), બ્રોકોલી, ઝ્યુકિની અને બેબીકોર્ન જેવા શાકભાજી તો સામાન્ય નાગરિકો માટે પહોંચની બહાર હોવાનું જણાઇ રહ્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત