આપણું ગુજરાત

Gandhinagarમાં ખૂલ્યું ભારત સહિત સહિત દક્ષિણ એશિયાનું પ્રથમ Olympic Research Center

ગાંધીનગર: જ્યારે 2036 માં ઓલમ્પિકનું યજમાનપદ ભારતને મળવાનું છે ત્યારે ભારતના ખેલજગતને માટે એક ખૂબ સારા સમાચાર છે. ગુજરાતના ગાંધીનગરમાં ઓલમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન સેન્ટર (Olympic Research And Education Centre)શરૂ કરવામાં આવ્યું છે. આ ભારત સહિત દક્ષિણ એશિયાનું પ્રથમ કેન્દ્ર છે કે જ્યાં ઓલમ્પિકને લઈને સંશોધન અને શિક્ષણ પ્રદાન કરવામાં આવશે. વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ તરફથી માન્યતા મેળવતું આ 71મું કેન્દ્ર છે.

કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં આ સેન્ટરનું ઉદ્ઘાટન 23 જૂન આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક દિવસના રોજ કરવામાં આવ્યું છે. વર્તમાનમાં દુનિયાના 24 દેશોમાં 70 ઓલમ્પિક રિસર્ચ સેન્ટર છે. આ કેન્દ્રનો ઉદેશ્ય વિદ્વાનો, રમતકારો, ટ્રેઈનર, વ્યાવસાયીકો અને ઓલમ્પિકને લઈને સંશોધન કરવા માટે ઉત્સાહિત લોકો માટે જ્ઞાનના પ્રસારનું કેન્દ્ર બનશે. આ કેન્દ્ર શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વ્યાવસાયિક વિકાસ અને રમતગમત વ્યવસ્થાપન પહેલને સમર્થન આપવા માટે વિવિધ સંસાધનો અને માહિતી પ્રદાન કરશે.

આ પણ વાંચો: Paris Olympics: સ્પેનના જૂના અને નવા ટેનિસ ચૅમ્પિયનને સાથે મળીને પૅરિસ ઑલિમ્પિક્સનો મેડલ જીતવો છે

આ કેન્દ્ર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંસ્થાઓ અને વિશ્વભરના કેન્દ્રો સાથે જોડાણ કરીને વૈશ્વિક સ્તરે જ્ઞાનની આપલે અને શ્રેષ્ઠ પ્રથાઓની એકબીજા દેશો સુધી પહોંચાડશે. સાથે જ આ કેન્દ્રના સંશોધનો અને સૂચનો રમતગમત સંસ્થાઓ સાથે નીતિ ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જે વૈશ્વિક ધોરણો સાથે ભારતના રમતગમતના વિકાસનું પ્રતિબિંબ પાડશે. ઓલિમ્પિક અભ્યાસના કેન્દ્ર તરીકે, આ કેન્દ્ર આધુનિક ઓલિમ્પિક ચળવળ સાથે ભારતના સમૃદ્ધ રમત વારસાને સાંકળવામાં મદદ કરી શકે છે.

ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાનું છે. આ સમયે આ કેન્દ્ર અન્ય સંબંધિત સંસ્થાઓને મદદની સાથે ઓલિમ્પિકની યજમાની માટે જરૂરી જ્ઞાન આધાર અને માનવ સંસાધનોના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button