આપણું ગુજરાતસ્પેશિયલ ફિચર્સ

શું પુનર્જન્મ થાય છે ? પાલનપુરની બાળકીની વાતો સાંભળી પરિવાર ચોંકી ગયો

પાલનપુરઃ હિંદુ ધર્મમાં પુનર્જન્મની વાત તો આપણે સાંભળતા આવ્યા છીએ, પરંતુ તેમાં કેટલી હકીકત છે તે વિશે ચોક્કસ કઈ કહીં શકાય તેમ નથી. સ્વાભાવિક છે કે આજના સમયમાં કોઈ પુર્જન્મમાં માનતા નથી, પરંતુ પાલનપુરની એક બાળકીની અમુક વાતો તમને ચોક્કસ ચોંકાવી દેશે.

ત્યારે આવી જ એક ઘટના પાલનપુરમાં બની છે. પાલનપુર તાલુકાના ખસા ગામે ગરીબ શ્રમિક પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાત કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે. દક્ષા નામની ચાર વર્ષની બાળકીનું કહેવું છે કે, આ તેનો પુનર્જન્મ છે. આ પહેલા તે અંજારમાં હતી, ત્યારે ભૂકંપ આવ્યો અને ધાબાનો સ્લેબ તેનાં પર પડતા મરી ગઈ હોવાનું પણ જણાવે છે.

આ પણ વાંચો…
NEET-UG ના 1,563 ઉમેદવારોની છ શહેરમાં આજે પરીક્ષા, શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહેશે

ગુજરાત સહિત દેશભરમાં હાથ વણાટની ચાદરો, પછેડીયો અને રૂમાલ માટે પ્રખ્યાત પાલનપુર તાલુકાનું ખસા ગામ ચર્ચાનું કારણ બન્યું છે. ખસા ગામે સરપંચના ખેતરમાં કામ કરતા ખેડૂતની સૌથી નાની ચાર વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી. તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી હતી. જેમકે પાણી જોઈએ તો ‘મા મુજે પાની દે’ જોકે તેની માતા ખાસ કંઈ ભણ્યા ન હોય દક્ષાની ઘણી વાતો સમજી શકતા ન હતા.

સ્કૂલે ગયા વગર કોઈપણ પ્રકારના ટીવી સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર તેમ જ આજુબાજુ કોઈ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા છે. તેની પૂછપરછ કરતા ભગવાને તેણે અહીં મોકલી છે, અને તે પહેલા અંજારમાં હતી. તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ધાબુ પડતા તે મરી ગઈ હોવાનું પણ રટણ કરે છે. તેના પિતા કેક બનાવતા હતા, તેમ પણ કહે છે. તેનો પરિવાર અને આસપાસના લોકો અચરજમાં મૂકાઈ ગયા છે.

પુનર્જન્મની વાતો તેમજ ફાંકડું હિન્દી બોલતી દક્ષા અંગ્રેજી માધ્યમમાં ભણી સૈન્યમાં જોડાઈ દુશ્મનોને નાની યાદ કરાવી દેવાના સપના જોઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button