ઉત્સવ

કરવાનું પાર જે… હિમ્મત ન હારજે

આજે આટલું જ -શોભિત દેસાઈ

તળપદી ગુજરાતીમાં એ પારકી છઠ્ઠીના જાગતલ નામે ઓળખાય. સામાન્યત: દુનિયા પારકાના સુખે દુ:ખી (and vice versa !) થતી હોય છે. કેટલાક બહુ થોડા અન્યના દુ:ખે દુ:ખી થનાર અને એ દુ:ખ દૂર કરવાના actual યત્નોમાં રાચનાર પારકી છઠ્ઠીના જાગતલોને બાદ કરતાં. હવે જુઓ ને દા.ત. વિજય ઝવેરી. પોતાના નિયમિત વ્યવસાયોને પડતા મુકીને દોડી જાય છે બેંકોની દગાબાજીનો ભોગ બનેલાઓની મદદે. પોતે જાય બેંકોની વિવિધ ઓફિસોમાં ભોગ બનેલા વતી, સામ-દંડ-ભેદ અજમાવેwith high success rate અને આવવા જવાના તમામ ખર્ચ ખુદના….
અને પાછા કવિતાના શોખીન એવા કે મને એક સરસmessage વાળી એક કવિતા મોકલી… તે એવી કે મને તમારી સાથે તવફયિ કરવાની ઇચ્છા જાગી…


ઘણી વાર એવું બને છે જ્યારે….
તું નાખવા જાય સવળા….
પરંતુ પાસા પડે અવળા
ઘેરી વળે ચોગમથી નિરાશા….
ને હાથ ખાલી, શિર બોજ ભારી….
ચહેરા ઉપર ફુટું ફુટું થતું સ્મિત…..
અચાનક ખરે, સરી પડે….
ઊંડા એક નિશ્ર્વાસમાં…. !!!!
ત્યારે….
હારી જઈ હિમ્મત ને પડતું મૂકી દે….
તે પહેલાં….
થોભી જજે ઘડીક વાર…..
કદાચ છે ને –
સર્જાય જાય છેલ્લી પળે જ કશો ચમત્કાર…. !!!!
કહેવાય ના નક્કી કશું કાંઈ જિંદગીનું……
ક્યારે અચાનક વળી બદલે જ પડખું
ને…..
બગડ્યું બધું બની જતું સમું સાવ સરખું….. !!!!
ઘણી વાર એવું બને છે જ્યારે….
જીવનનાં કુરુક્ષેત્રમાં….
અંતિમ ઘડી સુધી લડતાં લડતાં….
તું હારી જાય…..
અને મુકી દે તારા હથિયાર હેઠાં….
તે પહેલાં….
એક છેલ્લી વાર….
કાર્ય સાધયામિ વા દેહ પતયામિ…
નો જીવનમંત્ર તારા ફેફસાંમાં ભરી લઇ…..
કરી લેજે એક મરણિયો વાર….
કદાચ છેક છેલ્લી પળે….
આવી પડે તારા ગળામાં….
વિજયની વરમાળ….. !!!!
ઘણી વાર એવું બને છે જ્યારે….*
પર્વતારોહણ જેવી દુર્ગમ જીવનયાત્રામાં…
ડગલાં ભરતા ભરતા….
ઉપરા ઉપરી આવ્યાં કરતાં….
કપરાં ચઢાણો પસાર કરતાં કરતાં …..
જયારે છેલ્લી ટુંક પાસે આવે તું…. ત્યારે જ…..
ભાંગી પડે અને પડતું મુકે તે પહેલાં…….
થોભી જજે થોડી વાર….
જીગરમાં ભરી લેજે જીગર….
અને ચડી જજે આ છેલ્લું ચઢાણ…
કદાચ….
એજ હોય તારી સફળતાનું શિખર…. !!!!

ઘણી વાર એવું બને છે જ્યારે…..*
મંજિલ હોય છેક પાસે….
પણ પડે ન દ્રષ્ટિ કે અતિ દૂર ભાસે….
હાર ને જીત…..
બન્ને એક સિક્કાની બે બાજુ…
કૈંક લાખો નિરાશામાં છુપાઈને…
બેઠી હોય છે….
એક અમર આશા….
એવું ન બને કે…
સવાર પડવાની રાહમાં….
તું જાગતો રહે રાત આખી…
ને જ્યારે પડે સવાર ત્યારે જ
જાય ઊંઘી…. !!!!
સફળતાના બંધ દ્વાર પાસે આવીને…
તું વળી જાય પાછો…
તે પહેલાં
એકવાર ખટખટાવ દ્વાર…
અને તું જો કે…
તારા નસીબને ખુલી જતાં…
નહીં લાગે વાર…!!!
આજે આટલું જ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…