ઉત્સવ

ખાખી મની-૩૪

હમ યહાં અલ્લાહતાલા યા વાહે ગુરુજી કી પુકાર નહીં… સિર્ફ સચ કી આવાઝ સુનતે હૈ.’

અનિલ રાવલ

બલદેવરાજ અને શબનમ ગ્રંથિ હરપાલસિંઘને બેસાડી રખાયા હતા એ રૂમનો દરવાજો ધડામ દઇને ધકેલ્યો. બલદેવરાજ સતશ્રી અકાલ બોલીને ગ્રંથિ હરપાલસિંઘની સામે બેઠા.
‘સતશ્રી અકાલ’…હરપાલ સિંઘે બુલંદ અવાજે જવાબ આપ્યો.

શબનમે ટેપ ઓન કરીને ટેબલ પર મૂક્યું.

‘ગ્રંથિજી સીધી બાત પર આતે હૈ. ખાલિસ્તાની મૂવમેન્ટ કે લિયે ગુજરાત કે મુસલમાનો ને આપકો પૈસો કી મદદ કી થી યા નહીં.?’ બલદેવરાજે પૂછવાનું શરૂ કર્યું.
‘ઐસી કોઇ મૂવમેન્ટ થી નહીં ઔર હૈ નહીં…..પૈસોં કા તો સવાલ હી પેદા નહીં હોતા.’
‘મહેન્દરસિંઘ બસરા જિસને સુસાઇડ કર લિયા…આપ જાનતે હો ઉનકો’ શબનમે કહ્યું.

‘મૈં નહીં જાનતા’
‘મૈં પૂછ નહીં રહી…બતા રહી હું…..પૈસા લેકર વો મુંબઇ જાનેવાલા થા..ઉસને અનવર કો કામ સોંપ દિયા…અનવર પોલીસ ચોકી મેં હાર્ટ અટેક મેં મર ગયા…પૈસો કી બેગ ગૂમ હો ગઇ…કાર ઔર અનવર કી લાશ મહારાષ્ટ્ર કે જંગલ મેં મિલી…આપ લોગ પરેશાન હો ગયે….બેગ ઢૂંઢને કે લિયે બસરા કે ઉપર દબાવ ડાલા તો બસરાને સુસાઇડ કર લિયા.’
‘સરજી, મેડમજી, આપ લોગ ક્યા બોલ રહે હો…મૈનું કૂછ પતા નહીં’
શબનમે ખિસ્સામાંથી કાગળ કાઢીને કહ્યું: ‘ઇસમેં આપ કે ઔર બસરા કે કોલ રેકોર્ડસ હૈ…..તારીખ પઢ કર બતાઉં?’

‘ખાલિસ્તાની મૂવમેન્ટ મેં ઇમામ કા ભી ઇન્વોલ્વમેન્ટ હૈ…અબ યે મત કહેના કી કૌન ઇમામ..તુમ દોનોં કો હમને ઇમામ કે ઘર સે એકસાથ ઉઠા લિયા હૈ’ બલદેવરાજ બોલ્યા.
‘મુઝે એક ફોન કરના હૈ’ હરપાલસિંઘે કહ્યું.

‘કિસકો સીએમ કો યા કેનેડા મેં કિસી કો..?’ શબનમે પૂછ્યું.

‘કેનેડા મેં દલજિતસિંઘ બબ્બર, સરદાર સંધુ, ગુરચરનસિંઘ….ઔર પંજાબ મેં ટોડીસિંઘ ઔર ઉનકે સાથી….એક કે બાદ એક…સબ ગયે’ બલદેવરાજે નામ ગણાવ્યા…ટોડીસિંઘનું નામ સાંભળીને હરપાલસિંઘની આંખો ગુસ્સાથી લાલ થઇ ગઇ. એમણે પોતાના બાંધેલા હાથ ટેબલ પર પછાડ્યા.

‘ટોડીસિંઘ કો એક બડા ઑપરેશન કરને કા ઓર્ડર કેનેડા સે મિલા થાના? કિતને લોગોં કો ભડકાઓગે..કિતને કી બલિ ચડાઓગે ગ્રંથિજી. કિસી કો બચા નહીં પાઓગે…ઔર ભી કઇ લાશેં ગિરેગી….વાહે ગુરુજી કી કિરપા કામ નહીં આયેગી’ શબનમ બોલી ને એ સાથે ગ્રંથિ હરપાલસિંઘનું ધર્મઝનૂન બરાડી ઉઠ્યું: ‘સતશ્રી અકાલ જો બોલે સો નિહાલ’
‘ચિલ્લાઓ મત…હમ યહાં અલ્લાહતાલા યા વાહે ગુરુજી કી પુકાર નહીં…સિર્ફ સચ કી આવાઝ સુનતે હૈ.’ બલદેવરાજ બોલ્યા.

‘હમ સચ ઉગલવાયેં ઉસસે અચ્છા હૈ….આપ સચ બોલને લગો’ શબનમે કહ્યું. ગ્રંથિની લાલ આંખો બંનેને જતા જોઇ રહી.

‘જગ્ગી, ગાંધીધામ કે ડ્રગ ડીલર દિલાવર કો હમને ઉઠા લિયા હૈ…જિસ કે સાથ તુમ ડ્રગ્સ કા ધંધા કરતે હો…દિલાવરને કબૂલ કર લિયા હૈ….હમને ઢાબે સે પકડા વો ડ્રગ્સ ઉસને ભેજા થા.’ બલદેવરાજે કહ્યું.

‘યે મોબાઇલ બડી કમિની ચીજ હૈ…..ઇસમેં સે સબ કોન્ટેક્ટસ મિલ જાતે હૈ’ કુમાર જગ્ગીનો મોબાઇલ બતાવતા બોલ્યો. જગ્ગી એવા વહેમમાં રાચતો હતો કે પૂછપરછ કરી રહેલા આ બંને નાર્કોટિક્સ બ્યુરોના અધિકારીઓ છે.

સિનિયર ઇન્સ્પેક્ટર ઉદયસિંહ પરમાર ભી ડ્રગ્સ કે ધંધે મેં હૈ….દિલાવરને બતાયા તૂમ દો કરોડ ઉસ સે વસૂલ કરનેવાલે થે…અબતક વસૂલ કિયે નહીં?’ કુમારે કહ્યું.

હકીકતમાં લીચી પટેલે જગ્ગીને જમેલામાંથી બહાર કાઢવાના ઇરાદે બેગમાંથી બે કરોડ રૂપિયા કાઢીને આપી દીધા હતા, પણ એણે સતિન્દરસિંઘના તકાજાને લીધે દિલાવરને મોકલવાને બદલે દિલ્હી મોકલાવી આપ્યા હતા…એનો ઇરાદો પછીથી ઉદયસિંહને બકરો બનાવીને સતિન્દરસિંઘ અને દિલાવરની સામે ધરી દેવાનો હતો. જગ્ગી ચૂપ રહ્યો.

‘હમારે સવાલ કા જવાબ નહીં દેના યે એક તરીકે સે તુમ્હારી સહમતી હૈ’
‘ખૈર, તુમ અપને કૂછ બંદોં કો લે કર લીલાસરી પોલીસ ચૌકી ક્યું ગયે થે.?’ કુમારે પૂછ્યું.

જગ્ગીએ વિચાર્યું કે હું બે કરોડ વસૂલવા પોલીસ ચોકી ગયો હોઇશ એવું આ લોકો માનતા લાગે છે.

‘આપ લોગ એસા માનતે હો કી મૈં દો કરોડ કે લિયે પોલીસ ચોકી ગયા થા. ઠીક હૈ…જૈસા આપ સમજો’
જગ્ગી જાણતો નહતો કે રોના એજન્ટોને બે કરોડ કે ડ્રગ્સના કેસમાં કોઇ રસ નહતો….જગ્ગીને એ પણ ખબર નહોતી કે પોલીસ ટીમને ઉઠાવી લીધા બાદ એમણે ચોકી પર ચાંપતી નજર રાખી હતી….

‘ના..’ કુમારે મોઢેથી ડચકારો બોલાવ્યો.’ પોલીસ ચોકી જાને કા કૂછ ઔર કારન થા.’
‘પોલીસ ચૌકી ક્યું ગયે થે બતાઓ?’ કુમારે ટેબલ પર હાથ પછાડ્યો.

ચૌકી સે નિકલને કે બાદ હરપાલસિંઘ કો કોલ ક્યું કિયા થા? બોલતા બોલતા બલદેવરાજ ખુરસીની પાછળ ગયા.
જગ્ગીને હવે થયું કે આ લોકો નાર્કોટિક્સ બ્યુરોના માણસો નથી લાગતા.

‘કૌન હો આપ લોગ? નોર્કોટિક્સ બ્યુરો કે લગ નહીં રહે હો..’ જગ્ગીએ કહ્યું.

બલદેવરાજે એના બાવડાંમાં બંને હાથ ભરાવીને જકડી લીધો. કુમાર જગ્ગીની સામે ઊભો રહ્યો.

‘હમ કૌન લગતે હૈ બતાઓ? લીલાસરી પોલીસ ચોકી ક્યું ગયે થે બતાઓ.? બેગ મેં ક્યા થા બતાઓ?’ કુમારે જગ્ગીના મોં પર પ્રત્યેક સવાલદીઠ એક મુક્કો માર્યો.

અબ્દુલ્લા આછા પ્રકાશવાળી કેબિનમાં બેસીને આમતેમ ઉપરનીચે જોઇ રહ્યો હતો. એના કાંડા બાંધેલા હતા અને મોં પર કાળી પટ્ટી મારી હતી. એની ચકળવકળ આંખોમાં ભય હતો. અચાનક કુમારે પ્રવેશીને લાઇટ ચાલુ કરી. કાંડા અને મોં પરની પટ્ટીઓ કાઢી. અબ્દુલ્લા ખુલ્લાં મોંએ મોટે મોટેથી ઊંડા શ્ર્વાસ લેવા માંડ્યો બંને કાંડા પર હાથ ફેરવવા લાગ્યો.

‘અબ્દુલ્લા હસન અલી.’ કુમાર એનું આખું નામ બોલીને એની સામે ખુરસી તાણીને બેઠો.

‘ઇમામુદ્દિન ઇમામ કે સાથ રહેતે હો….ક્યા રિશ્તા હૈ તુમ્હારા ઇમામ કે સાથ.?’

‘કૂછ નહીં…ઇમામ ખુદા કે બંદે હૈ…ઔર મૈં ખુદા કે બંદે કા બંદા હું..’
‘દેખો ખુદા કે બંદે કે બંદે, સચ બતા દોગે તો જન્નત મિલેગી’ એમ કહીને કુમારે એના મોં પર એક કસકસાવીને મુક્કો માર્યો’ઇસે કહેતે હૈ જન્નત ઔર ઝુઠ બોલોગે તો ‘દોઝખ’ એમ બોલીને એના મોં પર જોરથી મુક્કા મારવાનું ચાલુ કર્યું ‘ઔર ઇસે કહેતે હૈ…દોઝખ. ક્યા પસંદ કરોંગે.?’

અબ્દુલ્લના નાક અને મોંમાંથી લોહી વહેવા લાગ્યું.

‘ઇમામ, હરપાલસિંઘ, અવસ્થી….મુંબઈ મેં….સાયન કોલીવાડા, પંજાબી લેન, પીર બાબાની દરગાહ…ક્યા જાનતે હો તુમ ઇનકે બારે મેં.?’
અબ્દુલ્લા ચૂપ રહ્યો. કુમારે ટેપ રેકોર્ડર ટેબલ પર મુક્યું.

‘સા’બ રેકોર્ડ મત કરો’ કુમારે રેકોર્ડ કરવાનું બંધ કર્યું.

એહમદાબાદ કે ગ્રંથિ હરપાલસિંઘ કેનેડા કે તજિન્દરસિંઘ કા નામ લે કર….હમારે ઇમામ કે પાસ આયે થે…કહા કિ ખાલિસ્તાન સંગ્રામ કે લિયે ચંદા ઇક્ઠ્ઠા કરના હૈ….મદદ માગી…ઇમામ ઔર તજિન્દરસિંઘ પુરાને દોસ્ત હૈ…ઇમામને સબ સે ઝ્યાદા ચંદા ઇક્ઠ્ઠા કર કે દિયા…સબ મિલા કે કુછ ૨૦ કરોડ જમા કિયે…..પૈસે દિલ્હી સીએમ કો ભેજના થા…ઇમામને અવસ્થી કો કહા….હેલિકૉપ્ટર બુક હુઆ….ગ્રંથિ હરપાલસિંઘને બસરા કો કાર મેં પૈસે કી બેગ મુંબઇ કે સાયન મેં પીરબાબા કી દરગાહ કે પાસ હમારે એક બંદે કો પહોંચાને કો કહા….બસરાને અનવર નામ કે કોઇ આદમી કો કામ સોંપા…ઉસ રાત બારીશ બહુત થી….મહારાષ્ટ્ર કે જંગલમેં અનવર કી લાશ મિલી…કાર મિલી લેકિન બેગ નહીં મિલી’
‘બેગ કહા ગઇ..?’

‘હમ ભી બેગ ઢૂંઢ રહે થે. બાદ મેં પતા ચલા કી યે રાઝ લીલાસરી પુલીસ ચૌકી પુલીસ ટીમ જાનતી હૈ.’
‘ઇસલિયે તુમ લીલાસરી પોલીસ ચૌકી ગયે થે.?’

‘અબ્દુલ્લા નીચું જોઇ ગયો….

‘હાં યા ના.?’ કુમારે મોટે અવાજે પૂછ્યું. અબ્દુલ્લાએ મુંડી હલાવી..
‘જવાબ દો.’ કુમારે ટેબલ પર હાથ પછાડ્યો.

‘હાં…..હાં…હાં’ અબ્દુલ્લા બોલ્યો.
‘ઔર કૌન પહુંચા થા વહાં?’

‘જગ્ગી ઉનકે સાથીઓં..’
કુમારે ટેપ રેકોર્ડર ઓફ કર્યું. અભય તોમારની કેબિનમાં બલદેવરાજ ચૌધરી, અભિમન્યુ સિંહ, શબનમ અને રાંગણેકર અબ્દુલ્લાને એક ચિત્તે સાંભળી રહ્યા હતા. થેન્કસ ટુ શબનમ રેકોર્ડિંગ હુઆ…મૈંને ટેપ બંધ કિયા ઉધર શબનમને કેબિનમેં રેકોર્ડિંગ શુરૂ કિયા. અબ્દુલ્લા કો લગા વો ઓફ ધ રેકોર્ડ બાત કર રહા હૈ.’ કુમારે શબનમની સામે જોતા કહ્યું. અચાનક બધાની નજર રાંગણેકર પર સ્થિર થઇ.

‘રાંગણેકર, તુમ્હે કૂછ કહેના હૈ..?’ અભિમન્યુ સિંહે કહ્યું.

‘સર, લીલાસરી પોલીસ ચૌકી કી પુરી ફાઇલ આપ કે પાસ હૈ’ રાંગણેકરે કહ્યું.

‘આપ બતાઓ રાંગણેકરજી’ તોમારે કહ્યું.

‘જી સર, મૈં શુરુ સે હી ઇસ કેસ કે પીછે થા…ઇન્ક્વાયરી કે દૌરાન લીલાસરી પોલીસ ચૌકી પર ઝીરો-ઇન કિયા…..રાઝ યહીં પર હોના ચાહિયે એસા મુઝે લગા….કૈસે ભી કર કે મૈંને લીલાસરી પોલીસ ચૌકી કી ઇન્સ્પેક્ટર લીચી પટેલ કે બાલોં કા સેમ્પલ લિયા…એઝ પર ફોરેન્સિક રિપોર્ટ…અનવર કી શર્ટ પર સે મિલા હુઆ બાલ લીચી પટેલ કા હૈ…મતલબ કી ઉસ બારીશવાલી રાત અનવર કી કાર કો રોકા ગયા….ચેકિંગ કિયા ગયા…અનવર કે સાથ જબરજસ્તી કી ગઇ જિસ કે કારન ઉસકી હાર્ટ અટેક મેં મૌત હુઇ….ઔર એક બાત…..કાર કી ડિકી મેં સે મુઝે બેગ કી ઝીપર મિલી હૈ….રાંગણેકરે ફાઇલમાં પ્લાસ્ટિકની નાની કોથળીમાં મૂકી રાખેલી ઝીપર બતાવી’ અગર બેગ મિલ જાયે તો…સમજ લો કી યે ચાબી હૈ.. તાલા ઢૂંઢના હૈ.’ રાંગણેકરે કહ્યું.

હમારે પાસ એક નહીં ચાર તાલા હૈ. ઉદયસિંહ, લીચી પટેલ, પાટીલ ઔર કનુભા….ખોલતે હૈ એક કે બાદ એક…કહીને અભિમન્યુસિંહે શબનમની સામે જોયું. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button