મરણ નોંધ

જૈન મરણ

સાવરકુંડલા નિવાસી સ્વ. લીલાવંતીબેન ગુણવંતરાય જયંતીલાલ બિલખીયાના સુપુત્ર ચિ. જયેશભાઇ (ઉં. વ. ૬૦) તા. ૨૧-૬-૨૪ના મીરા રોડ મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સાવરકુંડલા મુકામે કમાબાપા દોશીની વાડીમા તા. ૨૭-૬-૨૪ના સવારના ૧૦થી ૧૨. તે પંકજભાઇ ગુણવંતરાય બિલખીયા ચોવટીયા, આશાબેન મુકેશકુમાર ચોવટીયા, ભાવનાબેન ઉમેશકુમાર ખોખાણીના નાનાભાઇ તથા લીલીયા નિવાસી સ્વ. રમણીકલાલ મણીલાલ શેઠના ભાણેજ.

દશા શ્રીમાળી દેરાવાસી જૈન
મોરબી નિવાસી હાલ મુલુંડ અશોકભાઈ ચંદુલાલ મહેતાના પત્ની રેખાબેન (ઉં.વ. ૬૨) તા. ૨૦-૬-૨૪ને ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયંતીલાલ ધનજીભાઈ શાહના સુપુત્રી. તે રિદ્ધિ રાહુલ સંઘવી તથા અમી અમીષભાઈ શાહના માતુશ્રી. તે મીનાબેન સુભાષભાઈ ભાયાણી, રમેશભાઈ, સુરેશભાઈ, નિલેશભાઈ, વંદનાબેન મનીષભાઈ કુવાડીયાના ભાભી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

વાગડ વિ. ઓ. જૈન
ગામ ભરૂડિયાના સ્વ. મહેશ પ્રેમજી નિસર (ઉં. વ. ૨૫) અવસાન પામેલ છે. સ્વ. રૂપાબેન ધનજી પાલણના પરપૌત્ર, ગં. સ્વ. જીવુબેન આશદીર ધનજીના પૌત્ર. ગં. સ્વ. રેખાબેન પ્રેમજીના સુપુત્ર. મિલોનીના ભાઇ, ક્રિશના દાદા. નિર્મળા દામજી, સ્વ. રસીલા રમેશના ભત્રીજા. કિરણના ભાઇ. પ્રાર્થના સોમવાર, તા. ૨૪-૬-૨૪ના સવારના ૧૦થી ૧૧.૩૦. ઠે. કામલબેન વેલજી ભુરા સત્રા અજરામર જૈન ઉપાશ્રય, મગન નથુ રોડ, બેલ બજાર, નવીન સિરામિકની ઉપર, કુર્લા, (વેસ્ટ).

વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. હંસરાજ ગડા (ઉં. વ ૭૩) શુક્રવાર, તા. ૨૧-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. ખીમઇબેન વિજપાર નાગશીના સુપુત્ર. ગં. સ્વ. સરલાબેનના પતિ. પારસ, હેમા, પુષ્પા, દર્શના, જીજ્ઞા, કલ્પનાના પિતાશ્રી. જીનલ, ભરત, ચંદ્રેશ, વિપુલ, રમેશ, ઉમેશના સસરા. અહંમના દાદા. સામખીયારીના સ્વ. વાલીબેન મોતીલાલ નાથા છેડાના જમાઇ. પ્રાર્થના તા. ૨૪-૬-૨૪ના સોમવારના સવારે ૧૦-૩૦થી ૧૨. ઠે. કરશન લધુ નિસર હોલ, દાદર (વેસ્ટ).

સંબંધિત લેખો

દશાશ્રીમાળી દેરાવાસી જૈન
પાલીતાણા નિવાસી હાલ ઘાટકોપર સ્વ.માનકુંવરબેન શાંતિલાલ કપાસીના સુપુત્ર શ્રી ચંપકભાઈ કપાસી (ઉં. વ. ૮૬) તા. ૨૦/૦૬/૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ગુણવંતીબેનના પતિ. સ્વ.ભુપેન્દ્રભાઈ, સ્વ.પ્રદિપભાઈ કપાસી, હંસાબેન હર્ષદભાઈ અજમેરાના ભાઈ. જયેશ, સંજય તથા દિપ્તી વિરલ શાહના પિતાશ્રી. દર્શિકા, સોનલના સસરા. પ્રિયાંક, વિધિ, ઝીલ પેનીલ દોશીના દાદા. આદિતના દાદા. ક્રીનાના મોટા સસરા. બાબરા નિવાસી સ્વ. પ્રેમજીભાઈ બાવિશીના જમાઈ.

વિજાપુર સત્તાવીશ જ્ઞાતિ જૈન
રણાસણ નિવાસી હાલ કાંદિવલી સ્વ.બચુભાઈ ગીરધરલાલ શાહના ધર્મપત્ની ચંદ્રાબેન (ઉં. વ. ૮૫) તે ૨૧/૬/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે પરેશભાઈ તથા દીપકભાઈના માતુશ્રી, બેલા, દર્શનાના સાસુ, સ્વ.મધુબેન, કુસુમબેન, ગણીબેન, સ્વ.નીરુબેન, નવીનભાઈ, પ્રવીણભાઈ, સુમતભાઈના બહેન, પિયરપક્ષે ગવાડાવાળા લીલાવતિબેન પોપટલાલ વખારિયાના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૪/૬/૨૪ના ૭.૩૦ થી ૯.૦૦ . શ્રી લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ એક્ષટેશન રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી વેસ્ટ.

કચ્છી વિશા ઓશવાળ જૈન
નાના આસંબિયા હાલે પૂનાના ગં.સ્વ. સુશીલાબેન કાંતિલાલ છેડા (ઉં. વ. ૭૦) તા. ૨૦/૬/૨૪ના અવસાન પામેલ છે. સ્વ. કાંતિલાલના પત્ની. સ્વ. ભાણબાઇ રતનશીના પુત્રવધૂ. નિલેશ, કિર્તી, ગીતાના માતુશ્રી. નાંગલપુરના સ્વ. સાકરબેન હેમરાજ વેરશી વીરાની દીકરી. ધીરજ, સ્વ. રસિકબેનના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : સુશીલાબેન કાંતિલાલ છેડા, ૭૨૧-બાલાજી કોમ્પલેક્ષ, ગુરૂવાર પેઠ, ખડકમાળઆળી, પૂના- ૪૧૧૦૪૨.

નવીનારના અ.સૌ. ઇંદુ હરીલાલ શાહ (મોતા)(ઉં. વ. ૭૬) તા. ૨૧.૬.૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. માતુશ્રી સોનબાઇ રતનશી ધનજીના પુત્રવધૂ. હરીલાલના ધર્મપત્ની. જાન્વીના માતા. ઉર્મીલા લાલજીના પુત્રી. ચીમનલાલ, શાંતીલાલ, હરખચંદ ખીમજી, પ્રબોધ, રેવંતીના બેન. પ્રા.શ્રી વ.સ્થા. જૈન સંઘ સંચાલિત કરસન લધુ નિસર હોલ, દાદર -વેસ્ટ. ટા. ૨ થી ૩.૩૦. નિવાસ : હરીલાલ રતનશી, સોનબાઇ નિવાસ, એલ.એન. રોડ, માટુંગા-૧૯.

ટુંડા હાલે – કલકત્તાના નવીનચંદ્ર જગશી ગોગરી (ઉં. વ. ૭૭) તા. ૨૧-૬-૨૦૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી સાકરબેન જગશી ટોકરશીના પુત્ર. સ્મિતાબેનના પતિ. ગુલાબચંદ, તારાબેન, વસંત, કાન્તિના ભાઈ. ભુજપુરના લક્ષ્મીબેન પ્રેમજી ડુંગરશી ભેદાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. નવીનચંદ્ર ગોગરી, ગુજરાત ભવન, ત્રીજા માળે, રૂમ નં. ૮૮, ૧૭, ટી.સી. દત્તા સ્ટ્રીટ, કલકત્તા – ૭૩.

દિગમ્બર મુમુક્ષુ જૈન
વિંછીયા નિવાસી હાલ વસઇ હસમુખભાઇ ભાઇચંદ બોટાદરાના પત્ની મધુકાંતા (ઉં. વ. ૮૪) તે સ્વ. અમૃતલાલ માણેકચંદ બોરડીયાની પુત્રી. તે દિપક, રૂપા રજનીભાઇ મોદી, પ્રીતિ વિજય રવાણી અને ભાવિકા જીતેન્દ્ર ટોલિયાના મમ્મી. અલકાના સાસુ. અં. સૌ. લતાબેન મહેન્દ્રભાઇ બોટાદરા ગં. સ્વ. કોકીલાબેન હર્ષદભાઇ બોટાદરાના ભાભી. કરણના દાદી. તા. ૨૧-૬-૨૪ના દેહપરિવર્તન થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાણપુર (ભેંસાણ) નિવાસી હાલ મીરારોડ સ્વ. બિંદુબેન નવીનચંદ્ર કોઠારીના સુપુત્ર સંજયભાઇ (ઉં. વ. ૫૧) તા. ૨૧-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મીતાબેનના પતિ. વિહાનાના પિતા. હેમાબેનના ભાઇ. ગિરીશભાઇ બળવંતભાઇ દોશીના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેરાવાસી જૈન
અમદાવાદના હાલ મુંબઇ નયનાબેન કલ્યાણભાઇ માણેકલાલ ચુનીલાલ શાહ (ઉં. વ. ૮૪) તા. ૨૧-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ફાલ્ગુની તથા પૌરવીના માતુશ્રી. હિતેશ કાંતિલાલ મહેતા (ટંકારાવાળા)ના સાસુ. શરદકાંતા કાંતિભાઇ શાહના દીકરી. સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. વિનોદભાઇ, સ્વ. ભરતભાઇ, સ્વ. વિપીનભાઇ તથા સરયૂબેન પ્રવીણભાઇ મારફતિયાના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૧૨,જમનાબાઇ બિલ્ડિંગ, ઉમર પાર્ક, વોર્ડન રોડ, મુંબઇ-૪૦૦૦૩૬.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button