Shweta Tiwariએ આપ્યા Good News, પોસ્ટ કરીને કહ્યું કે હું હવે…

ટચૂકડાં પડદે પ્રેરણા બનીને પહોંચેલી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Tv Actress Shweta Tiwari) સોશિયલ મીડિયા પર એકદમ સુપર એક્ટિવ રહે છે અને તે પોતાના બોલ્ડ અને કર્વી ફિગરને કારણે હંમેશા છવાઈ જાય છે. આ બધા વચ્ચે શ્વેતા તિવારીએ હવે તેના ફેન્સ સાથે એક ગુડ ન્યૂઝ શેર કર્યા છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શ્વેતાએ આપેલી ખુશખબરી વિશે તમે પણ સાંભળશો તો ખુશીથી ઉછળી પડશો. આવો જોઈએ શું છે આ સારા સમાચાર.શ્વેતા તિવારીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે હું મારા આગામી હિન્દી કોમેડી નાટકની જાહેરાત કરતાં એકદમ ખુશી અનુભવું છું.
આ પણ વાંચો : Happy Birthday: સાઉથના આ Superstarએ ફેન્સને આપ્યું Special Surprise…
એટલું જ નહીં પણ શ્વેતાએ પોતાની પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે તમે પણ હસવા અને મોજ-મસ્તી કરવા માટે તૈયાર રહો. બાકીના કલાકારોને મળવા માટે હું રાહ જઈ શકું એમ નથી. શું તમે અનુમાન લગાવી શકો છો કે એ કોણ કોણ છે?
વાત જાણે એમ છે કે શ્વેતા તિવારી એક હિંદી નાટકમાં કરવામાં આવી રહી છે અને આ એક કોમેડી ડ્રામા નાટક. શ્વેતા તિવારી લાંબા સમય બાદ એક્ટિંગમાં પાછી ફરી રહી છે. આ સિવાય શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર પણ ખાસ્સી એવી એક્ટિવ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના હોટ એન્ડ સિઝલિંગ ફોટો શેર કરતી હોય છે. ફેન્સ પણ તેના આ ફોટોને જોઈને એકદમ ખુશખુશહાલ થઈ જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્વેતા આ પહેલાં ગોવામાં વેકેશન માણતી જોવા મળી હતી અને એ સમયે તેણે કોઈ મિસ્ટ્રી મેન સાથેના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેને કારણે ચર્ચામાં આવી ગઈ હતી.