આપણું ગુજરાત

TRP Gamezone Fire: રાજકોટ ગેમઝોનમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ

રાજકોટ: ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાને (TRP Gamezone Fire) લઈને ચાલી રહેલી તપાસમાં વધુ ત્રણ આરોપી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. અગ્નિકાંડને લઈને ચાલી રહેલી તપાસમાં ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ફાયર ઓફિસર અને વેલ્ડિંગ સુપરવાઇઝર સહિત ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે હવે અગ્નિકાંડને લઈને ધરપકડનો આંક 15 સુધી પહોંચી ચૂક્યો છે.

આ પણ વાંચો: Rajkot Fire Case: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે SITનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો

રાજકોટમાં અગ્નિકાંડ મામલે હવે ક્રાઇમ બ્રાન્ચનો તપાસનો રેલો મ્યુનિસીપલ કોર્પોરેશનના ઓફિસર સુધી પહોંચ્યો છે. આજે એસાઇટી દ્વારા વધુ ત્રણ અધિકારીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં ચીફ ફાયર ઓફિસર ઇલિયાશ ખેર, ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે. ઠેબા અને વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. ત્રણે અધિકારીને આવતીકાલે જજ સામે રજૂ કરવામાં આવશે. હાલ ધરપકડનો આંકડો 15 સુધી પહોંચી ગયો છે.

આ પણ વાંચો: Rahul Gandhi એ રાજકોટ અગ્નિકાંડ પીડિતના પરિવાર સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી, આશ્વાસન આપ્યું

જો કે આ મામલે હજુ પણ વધ અધિકારીઓની ધરપકડ થવાની છે તેવા સંકેતો સૂત્રો પાસેથી મળી રહ્યા છે. આ મામલે અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, 25 મેના રોજ સાંજે રાજકોટના TRP ગેમ ઝોન માં ભીષણ આગમાં 12 વર્ષથી ઓછી ઉંમરના 12 બાળકો સહિત કુલ 27 લોકોના કરૂણ મોત થયા હતા. મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર શાળાની રજાઓને કારણે મોટી સંખ્યામાં બાળકો તેમના માતા-પિતા સાથે ગેમ ઝોનમાં પહોંચ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button