આપણું ગુજરાત

નરેન્દ્રભાઇની સીધી મૌખિક સૂચનાથી ભુપેન્દ્રભાઇ મોટા તોળશે ફેરફાર

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાત લીધી. નરેન્દ્ર મોદીએ સતત ત્રીજીવખત વડાપ્રધાન પદના શપથ લઈને એક રીતે ઇતિહાસ પણ રચ્યો છે અને તેનું ગૌરવ ગુજરાતને કેમ ના હોય ? પણ ખુદ મુખ્યમંત્રી પોતાની વેસત્તા અને વડાપ્રધાનની વ્યસ્તતા વચ્ચે શુભકામનાઓ આપી આવ્યા તે સુખદ છે. પણ રાજનીતિક દૃષ્ટિએ આ મુલાકાત દિશા સૂચક છે ગુજરાત માટે. આ એટલા માટે કે, એક તો લોકસભા ચૂંટણીમાં રાજકોટમાં જે કઈ થયું,ત્યાર પછી રાજકોટ અગ્નિ કાંડનો SIT રિપોર્ટ પણ આવી ગયો. રિપોર્ટમાં રાજ્ય સરકાર કહે છે તેમ કોઇ પણ ‘ચમરબંધી’નાં નામ સુદ્ધાં નથી.( સરકાર કહે છે કોઇ ચમરબંધી ને પણ નહીં છોડીએ ) ખુદ ગુજરાત હાઇકોર્ટે સરકારને વધુ એક વખત ‘ડફણું’ મારતા કહ્યું કે, નાની માછલીઓ પર જ કાર્યવાહી થઈ છે કોઇ મોટા મગરમચ્છનાં નામ નથી.’ આવું મોરબીના ઝૂલતા પૂલની દુર્ઘટના વખતે પણ થયું હતું. એટલે ભૂપેન્દ્રભાઈની આ મુલાકાતનો રાજકીય ગૂઢાર્થ છે.

હવે લોકસભા-રાજ્યસભા શરૂ થશે. વડાપ્રધાન ખૂબ જ વ્યસ્ત રહેશે. એટલે ગુજરાત હવે આગળ કઈ રીતે ચલાવવું ? અસંતુસ્ટો અને લોકસભા ચૂંટણીમાં નુકસાનકર્તાઓ સામે કેવા પગલાં લેવા ? મંત્રીમંડળનાં વિસ્તરણમાં કોનો સમાવેશ કરવો અને કયા વિભાગ ફાળવવા જેવી મહત્વની બાબતો પર ઝીણવટભરી ચર્ચાઓ થઈ જ હોય. સાથોસાથ ગુજરાત ભાજપનું સંગઠન- સંગઠનનું માળખું ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ કોણ ? તે પર પણ વિશદ માર્ગદર્શન મળ્યું હોવાની શક્યતા નકારી શકાય નહીં. લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં પણ જનાધાર ઘટ્યો હોવાની પ્રતીતિ થઈ ચૂકી છે. ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ જેવી બનાસકાંઠાની બેઠક ગઈ અને ગુજરાત હેટ્રીક ના કરી શક્યું. તો ક્ષત્રિય આંદોલન અને સમાજની નારાજગી આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કેવી અસર ઉપજાવશે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યાન બહાર હોય તેમ સહેજ પણ માનવું નહીં.એટલે ભુપેન્દ્રભાઇ અને નરેન્દ્ર ભાઈ વચ્ચે મુલાકાતની મિનિટો કે કલાકો મહત્વની નથી. પણ શબદ વેધી જે ચર્ચાઓ થઈ હશે તે બહુ જ ટૂંક સમયમાં પડઘાશે.

ભાજપનું સંગઠન માળખું,અને મંત્રીમંડળનું વિસ્તરણ સરકાર માટે પેચીદો પ્રશ્ન છે. કહેવાય છે કે સી આર પાટિલ હવે કેન્દ્રીય મંત્રી બની ગયા પછી ગુજરાતનાં સંગઠનમાં રસ નથી ધરાવતા. સૌથી મોટી સમસ્યા ભાજપ માટે રાજકોટમાં બે-ત્રણ ભાગમાં વહેચાય ગયેલા કાર્યકરો,ઉપરાંત હવે રૂપાલા સાંસદ થતાં રાજકોટ ભાજપમાં સાફ-સફાઇની જવાબદારી એકલપંડે સોંપાય તો પણ નવાઈ નહીં રહે અથવા રૂપાલા જેમના નામ પર મહોર મારશે તે રાજકોટ પૂરતો હુકમનો એક્કો. એટલે ભાજપમાં વધુ એક જૂથનાં મંડાણ થશે. તેમ માનવું રહ્યું.

દિલ્લીમાં લોકસભા-વિધાનસભામાં થોડું પાટે ચઢે પછી ગુજરાતમાં કામ આગળ વધશે. કારણકે, બહારથી ભલે દેખાય કે ‘મોદી સરકારમાં ‘સબ કુછ ચંગા સી’ પણ ખરેખર તેવું નથી. એટલે ગુજરાત મુદ્દે આજની મુલાકાત લાંબા ગાળાની અસર સાબિત થશે. અને ભૂપેન્દ્ર ભાઈ હવે સરકાર સાથે સૂચના મુજબ સંગઠન તોળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News