સિદ્ધિવિનાયક મંદિરમાં વિશેષ દર્શન અને આરતીનું આયોજન
સિદ્ધિવિનાયક મંદિરમાં મહિલાઓએ સામૂહિક રીતે અથર્વ શિષ્ય પઠન કર્યું હતું. (અમય ખરાડે)
મુંબઈ: ભાદ્રપદ શ્રી ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રભાદેવી ખાતે સિદ્ધિવિનાયક મંદિરમાં ખાસ દર્શન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. દર્શન અને ખાસ આરતીનો સમય માત્ર ગણેશોત્સવ પૂરતો જ છે. મંગળવારનો સમય નિયમિત જ રહેશે. પચીસમી સપ્ટેમ્બરે શ્રીની પાર્થિવ મૂર્તિનું વિસર્જન થવાનું હોવાને કારણે મંદિરમાં બેસીને પૂજા થશે નહીં. મંગળવારને બાદ કરતાં ૨૮મી સપ્ટેમ્બર દર્શન અને આરતીનો સમય જાહેર કરવામાં આવ્યો છે.
શ્રીનાં દર્શન : સવારે ચારથી સાડાપાંચ વાગ્યા સુધી. આરતી : સવારે સાડાપાંચથી છ વાગ્યા સુધી. નેવૈદ્ય : બપોરે ૧૨થી ૧૨.૩૦ વાગ્યા સુધી. શ્રીનાં દર્શન : બપોેરે ૧૨.૩૦થી સાંજે ૭ વાગ્યા સુધી. ધૂપ આરતી : સાંજે ૭થી ૭.૧૦ વાગ્યા સુધી. આરતી : રાતે ૭.૩૦થી ૮ વાગ્યા સુધી. શ્રીનાં દર્શન : રાતે ૮થી ૧૦૩૦ વાગ્યા સુધી. શયન આરતી : રાતે ૧૧ વાગ્યે.
શયન આરતી બાદ મંદિર બંધ રહેશે. બંને પ્રવેશદ્વાર રાતે ૧૦.૩૦ વાગ્યે ભક્તો માટે બંધ રહેશે, એવું શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ન્યાસ પ્રશાસને જણાવ્યું હતું. ઉ