આમચી મુંબઈમહારાષ્ટ્ર

ક્વોટા વિવાદ: રાજ્યમાં જાતી આધારિત તંગદીલી રોકવા મુખ્ય પ્રધાન કટિબદ્ધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્ર સરકાર એ સુનિશ્ર્ચિત કરશે કે સમાજમાં જાતી આધારિત તણાવ ફાટી નીકળે નહીં એમ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ શનિવારે જણાવ્યું હતું. મરાઠાઓ અને ઓબીસી સમાજ આરક્ષણને લઈને આકરું વલણ અપનાવી રહ્યા છે તે બધાની વચ્ચે મુખ્ય પ્રધાને ઉપરોક્ત નિવેદન કર્યું હતું.

શિંદેએ ઓબીસી કાર્યકર્તા લક્ષ્મણ હાકે અને અન્ય લોકોનો સરકારના હસ્તક્ષેપ બાદ બેમુદત ઉપવાસ પાછા ખેંચવા બદલ આભાર માન્યો હતો.

શિંદેએ નાસિકમાં પત્રકારોને જણાવ્યું હતું કે અમે સુનિશ્ર્ચિત કરીશું કે સમાજમાં કોઈ જાતિ આધારિત તંગદીલી ન ફેલાય.
કાર્યકર્તા હાકે અને નવનાથ વાઘમારે 13મી જૂનથી ઓબીસી ક્વોટામાં ઘટાડો ન કરવાની માગણી સાથે ઉપવાસ પર બેઠા હતા. સરકારી પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ તેઓએ શનિવારે તેમનું આંદોલન સ્થગિત કર્યું હતું.

આ પણ વાંચો: વડોદરાની MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્વોટા ઘટાડવાનો મુદ્દો વકર્યો

શુક્રવારે મુંબઈમાં ઓબીસી નેતાઓની બેઠકની અધ્યક્ષતા કરનાર શિંદેએ જણાવ્યું હતું કે 27 જૂનથી શરૂ થતા ચોમાસા સત્રના પ્રથમ સપ્તાહમાં સર્વપક્ષી બેઠક બોલાવવામાં આવશે. ગઈકાલે આ મુદ્દા પર સારી ચર્ચા થઈ હતી એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના પ્રધાન છગન ભુજબળે જણાવ્યું હતું કે સરકારે ‘સગે-સોયરે’ (સગાં-સંબંધી) અથવા કુણબી જાતિ પ્રમાણપત્ર ધરાવતા મરાઠાઓના સંબંધીઓને અનામત આપવાના મુદ્દા પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે.

જાન્યુઆરીમાં રાજ્ય સરકારે મરાઠાઓના ‘સગાં-સંબંધી’ (જન્મ અથવા લગ્ન દ્વારા સંબંધીઓ)ને કુણબીનો દરજ્જો આપવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું જેમાં ઓબીસી સમાજના ઘટક કૃષિ કુણબી સમુદાયના સંબંધીઓને પણ ઓબીસી જૂથના માની લેવામાં આવ્યા છે.

બીજી તરફ મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરાંગેએ એવી માગણી કરી છે કે તમામ મરાઠાઓને ઓબીસી કેટેગરી હેઠળ આરક્ષણ મળવું જોઈએ.

બીજી તરફ ઓબીસી નેતાઓએ સરકાર પાસે ડ્રાફ્ટ નોટિફિકેશનને રદ કરવાની માગણી કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button