Delhi માં આજે 28 લાખથી વધુ લોકોને પાણી નહિ મળે, સત્યાગ્રહ સ્થળેથી મંત્રી આતિશીનો મેસેજ
નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi)જળ સંકટના ઉકેલ માટે અનિશ્ચિત સમયના ઉપવાસ પર બેઠેલા દિલ્હીના જળ મંત્રી આતિશીના ઉપવાસનો આજે બીજો દિવસ છે. આતિશીએ શનિવારે એક વિડીયો સંદેશમાં કહ્યું કે આ કાળઝાળ ગરમીમાં પણ હરિયાણાની ભાજપ સરકારે દિલ્હીના અધિકારો છીનવી લીધા છે. તેમણે કહ્યું કે ગઈ કાલે પણ દિલ્હીના હિસ્સા કરતાં 110 MGD ઓછું પાણી મોકલવામાં આવ્યું હતું. જેના કારણે આજે 28 લાખથી વધુ લોકોને પાણીની તંગીનો સામનો કરવો પડશે.
પાણી માટેનો સત્યાગ્રહ ચાલુ રહેશે
આતિશીએ કહ્યું કે મારા તમામ પ્રયાસો છતાં હરિયાણાની ભાજપ સરકાર દિલ્હીના અધિકારો છીનવી રહી છે. હવે જ્યાં સુધી હરિયાણાની ભાજપ સરકાર તમામ પાણી નહીં છોડે અને દરેક દિલ્હી વાસીને તેના હકનું પાણી નહીં મળે ત્યાં સુધી પાણી માટેનો સત્યાગ્રહ ચાલુ રહેશે.
Read More: કોણ છે Hinduja પરિવાર જેના ચાર સભ્યોને Switzerlandની અદાલતે ફટકારી છે સજા, જાણો સમગ્ર કેસ
અનિશ્ચિત મુદતના ઉપવાસ બીજા દિવસે પણ ચાલુ
જળ સંકટને લઈને દિલ્હીના જળ મંત્રી આતિશીએ શનિવારે બીજા દિવસે પણ અનિશ્ચિત ઉપવાસ ચાલુ રાખ્યા હતા. દક્ષિણ દિલ્હીના ભોગલમાં તેના ‘જળ સત્યાગ્રહ’ સ્થળ પરથી આજે બહાર પાડવામાં આવેલા એક વિડિયો સંદેશમાં, આતિશીએ કહ્યું કે જ્યાં સુધી હરિયાણા દિલ્હીના લોકો માટે વધુ પાણી નહીં છોડે ત્યાં સુધી તે કંઈપણ ખાશે નહીં. તેમણે કહ્યું કે શહેરમાં 28 લાખ લોકો પાણીની તંગીથી પીડાઈ રહ્યા છે.