મનોરંજન

તો શું 23 જૂને નથી સોનાક્ષી-ઝહીરના લગ્ન! શત્રુધ્ન સિંહાંએ કહ્યું કે….

પીઢ અભિનેતા શત્રુધ્ન સિન્હાએ જણાવ્યું છે કે એ વાત સાચી છે કે સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નને કારણે તેના પરિવારમાં થોડો તણાવ હતો. જો કે, તેમણે એ પણ સ્પષ્ટતા કરી છે કે હવે બધું બરાબર છે અને તેઓ તેમના પરિવાર સાથે સોનાક્ષીના લગ્નમાં હાજરી આપશે. આ સિવાય શત્રુઘ્ન સિંહાએ એ પણ ખુલાસો કર્યો હતો કે સોનાક્ષીના લગ્નની તારીખ 23 જૂન નથી. તેમની આ વાતથી લોકો ચોંકી જાય એ સ્વાભાવિક છે.

શત્રુઘ્ન સિન્હાએ ફોડ પાડતા કહ્યું છે કે, “23 જૂને કોઈ લગ્ન નથી, એક રિસેપ્શન છે જેમાં પરિવાર સહિત અમે બધા હાજર રહીશું.” તારીખની ફરીથી સ્પષ્ટતા કરતાં પીઢ અભિનેતાએ જણાવ્યું હતું કે, “મારા પરિવારમાંથી કોઈએ લગ્ન વિશે કંઈ કહ્યું નથી. કેટલાક મીડિયા હાઉસે માત્ર અનુમાન લગાવ્યું હતું.”

આ પણ વાંચો: પોતાના જમાઈને લઈને આ શું બોલી ગયા Shatrughna Sinha? વીડિયો થયો વાઈરલ…

શત્રુઘ્ન સિન્હાએ વધુમાં કહ્યું હતું કે, “લગ્ન દરેકના ઘરમાં થાય છે. લગ્ન પહેલા ઝઘડા પણ દરેક ઘરમાં સામાન્ય છે. હવે બધું બરાબર છે, જે ટેન્શન હતું તે દૂર થઈ ગયું છે. કોઈ પ્રોબ્લેમ નથી. આવું બધું દરેક લગ્નમાં થાય છે. માત્ર એટલા માટે કે તે દીકરી છે, પણ શત્રુઘ્ન સિન્હાની દીકરીનો અર્થ એ નથી કે તે જીવનમાં જે ઈચ્છે છે તે મેળવી ના શકે.

કપલની મહેંદી સેરેમની થઇ ગઇ છે. હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપલે તેમના રિસેપ્શન માટે સલમાન ખાન, હની સિંહ, હીરામંડી એક્ટર્સ, હુમા કુરેશી, સંજય લીલા ભણસાલી, ડેઇઝી શાહ, પૂનમ ધિલ્લોન અને અન્ય ઘણા સેલેબ્સને આમંત્રિત કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button