નેશનલ

Jagannath Rath Yatra 2024: ક્યારે નીકળશે ઓડીશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો મહત્વ

પુરી : ઓડિશાના(Odisha)પુરીમાં નીકળતી આ ભવ્ય રથયાત્રાને(Jagannath Rath Yatra 2024) જોવા માટે ભક્તો દૂર-દૂરથી આવે છે. દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષના બીજા દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. રથયાત્રાનો આ 10 દિવસ સુધી ધામધૂમથી ઉજવવામાં આવે છે. પુરી સહિત અન્ય શહેરોમાં જગન્નાથજી રથયાત્રા કાઢવામાં આવે છે. તો ચાલો જાણીએ આ વર્ષે પુરીમાં રથયાત્રા ક્યારે નીકળશે.

રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે ?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને દેવી સુભદ્રા રથમાં બેસીને તેમના ગુંડીચા મંદિરે જાય છે. એવું માનવામાં આવે છે કે ગુંડીચા મંદિર ભગવાન જગન્નાથના મામાનું ઘર છે. ત્રણેય ભાઈ-બહેનો આ મંદિરમાં 7 દિવસ આરામ કરે છે. આ પછી, અષાઢ શુક્લ પક્ષના દસમા દિવસે, ભગવાન જગન્નાથ, બલભદ્ર જી અને દેવી સુભદ્રાને મંદિરમાં પાછા સ્થાપિત કરવામાં આવે છે. ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર (બલરામ) અને બહેન સુભદ્રા સાથે પુરીના જગન્નાથ મંદિરમાં બિરાજમાન છે. રથયાત્રા દરમિયાન ત્રણેય ભાઈ-બહેનની મૂર્તિઓને રથ પર લઈ જવામાં આવે છે અને એવું કહેવાય છે કે જે ભગવાન જગન્નાથનો રથ ખેંચે છે તેને 100 યજ્ઞ કરવા સમાન શુભ ફળ મળે છે.

જગન્નાથ રથયાત્રા 2024નો શુભ સમય

અષાઢ માસના શુક્લ પક્ષની દ્વિતિયા 7મી જુલાઈના રોજ સવારે 4.26 કલાકે શરૂ થશે. જે તારીખ 8 જુલાઈના રોજ સવારે 4:59 કલાકે પૂરી થશે. 7મી જુલાઈ 2024ના રોજ રથયાત્રા કાઢવામાં આવશે. જગન્નાથ રથયાત્રા 7 જુલાઈના રોજ સવારે 8:05 થી 9:27 સુધી નિકળશે. આ પછી બપોરે 12:15 થી 01:37 સુધી નિકળશે. સાંજે 4:39 થી 6:01 દરમિયાન નિકળશે

જગન્નાથ મંદિર વિશે

જગન્નાથ મંદિરનું રસોડું વિશ્વનું સૌથી મોટું રસોડું માનવામાં આવે છે. જગન્નાથ મંદિર એકમાત્ર એવું મંદિર છે જ્યાં પ્રસાદને ‘મહાપ્રસાદ’ કહેવામાં આવે છે. 7 માટીના વાસણોમાં મહાપ્રસાદ બનાવવામાં આવે છે. મહાપ્રસાદ બનાવવામાં માત્ર લાકડાના અને માટીના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. જગન્નાથ મંદિર સાથે જોડાયેલ એક અન્ય રહસ્ય એ છે કે ગમે તેટલો સૂર્યપ્રકાશ હોય આ મંદિરમાં ક્યારેય પડછાયો નથી બનતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત