વીક એન્ડ

ફુઅર્ટેવેન્ટુરા: બસ જાણે ‘મંગળ’ પર પહોંચી ગયા…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

કહેવાય છે કે આદર્શ પ્રવાસ પાંચ દિવસનો હોય છે. પહેલા બ્ો-ત્રણ દિવસ તો નવીનતા અન્ો ઉત્સાહમાં જ ક્યાં જતા રહે ખબર પણ ન પડે. ત્રીજો દિવસ સૌથી મજેદાર હોય છે. ત્યાં સુધીમાં નવી જગ્યાની રિધમ ગોઠવાઇ ગઈ હોય છે અન્ો કમ્ફર્ટનો આનંદ અકબંધ હોય છે. ત્યાં સુધીમાં કામ અને રોજિંદા જિંદગીના લફરાં પણ ભુલાવા લાગ્યાં હોય છે. અન્ો પાંચમા દિવસ સુધીમાં તો નવું રૂટિન એવું ગોઠવાઇ જાય છે કે નવી જગ્યાના આનંદમાં હવે નવું નથી લાગતું. એનો અર્થ એ નહીં કે મજા બંધ થઈ ગઈ છે, પણ મજાની આદત પડી જાય પછી ત્ોની નોંધ લેવાનું ઓછું થઈ જાય.

ફુઅર્ટેવેન્ટુરામાં હજી તો પહેલો જ દિવસ હતો. સવારમાં અમે ત્ૌયાર થઈન્ો નીકળી પડવાનાં હતાં. સવારનો નાસ્તો જલદી પણ કરવો હતો અન્ો ફુરસતથી પણ. હજી મગજમાં ઓફિસનું કામ પણ ઘૂમરે ચડેલું હતું. ત્ોમાંથી કોઈ રીત્ો વાત દરિયા કિનારા પર, સવારનાં સ્થાનિક ફળો અન્ો કેકના નાસ્તા પર, દિવસ દરમ્યાન જોવા મળવાના પહાડો અન્ો ઉજ્જડ વગડાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીન્ો મનન્ો માત્ર અન્ો માત્ર આ ટાપુ પર રાખવાના પ્રયત્નો શરૂ થયા.

કુમાર પાસ્ો ત્ો દિવસનો પ્લાન તો ત્ૌયાર હતો જ. ત્ોની પ્રાયોરિટીમાં હાઇક કરવી હતી, મારે દરિયે જવું હતું. મન્ો હાઇક કરીન્ો દરિયો જોવા મળી જાય તો પણ ચાલે ત્ોમ હતું. એવામાં સનસ્ક્રીન લગાવ્યું, હાઇક અન્ો બીચ બંન્ોમાં કામ લાગ્ો એવી રીત્ો બ્ો અલગ અલગ બ્ોગ ભરીન્ો રેન્ટલ કારમાં ટાપુના મધ્યેથી સાઉથના ખૂણા તરફ નીકળી પડ્યાં. રસ્તા એકદમ ચકચકાટ હતા, અન્ો બંન્ો તરફનું ઘેરું બ્રાઉન લેન્ડસ્કેપ જાણે અમે માર્સ (મંગળ) પર આવી ગયાં હોઇએ એવું લાગતું હતું. ઘણા પહાડો રસ્તા પર પડછાયા બનાવી ઝળૂબતા હતા, ઘણા દૂરથી માત્ર આઉટલાઇન તરીકે દેખાતા હતા. માત્ર પાંચ જ મિનિટમાં ગામથી બહાર નીકળ્યાં ત્યાં ચારે તરફ માહોલ એવો ખાલી થઈ ગયો કે હવે ડિસ્ટન્સમાં દેખાતા પહાડો પાંચ કિલોમીટર પર છે કે પચાસ, ત્ો કહેવું મુશ્કેલ હતું. મન્ો ડ્રાઇવ કરવાની ઇચ્છા થઈ આવી. માત્ર પ્ોસ્ોન્જર પ્રિન્સ્ોસ બનીન્ો બ્ોસી ન રહેવું એ વાત મગજમાં આવી ગઈ હતી. કુમારન્ો શાંતિથી બ્ોસીન્ો ટાપુ માણવાની પણ મજા લેવી જ હતી. એવામાં જીપીએસ કામ પર લાગ્યું. આસપાસમાં બીજી ગાડીઓ પણ ટુરિસ્ટની અથવા ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સંબંધિત જ લાગતી હતી.

સાવ ખાલી રસ્તાઓ પર ગાડી અમારા ત્ો દિવસના ડેસ્ટિન્ોશન કોફેટે તરફ ચાલી રહી હતી. સતત મોરો જાબલે ગામ તરફનો રસ્તો પકડી રાખ્યો હતો. રસ્તામાં ક્યાંક ક્યાંક એલોવેરા ફાર્મ, ક્યાંક ગોટ ફાર્મ, ક્યાંક ફાર્મ સ્ટે માટેના બંગલા પણ નજરે પડતા હતા. ત્યાંનું દરેક નવું ગામ એક આકર્ષક વોલ ફ્રેમ સાથે આવતું. મોરો જાબલે તો ઘણું મોટું શહેર જેવું જ નીકળ્યું. ત્યાં તો મોટી રિસોર્ટની ઇમારતો અન્ો ભરચક રહેણાક વિસ્તાર પણ દેખાતો હતો. મોરો જાબલે અમારે જવું તો હતું જ, પણ ત્ો દિવસ્ો કોફેટેની હાઇક પાક્કી હતી. ત્યાં ટેકરી પર ચડીન્ો પહાડની હારમાળાની બીજી તરફ દરિયે જવાનું હતું. પાણીમાં પડવા મળશે કે નહીં ત્ો અમે ત્યાં કેટલા વાગ્યે પહોંચીશું ત્ોના પર આધારિત હતું. એવામાં અહીં કોફેટે એવો ખૂણો છે કે ત્યાં આખાય ટાપુનો ખૂણો પણ પડતો હતો. એવામાં મજાની વાત એ હતી કે પહાડ પરથી શું જોવા મળશે ત્ોની કલ્પના જ કરવી પડે ત્ોવું હતું.

મોરો જાબલે પછી સાવ કાચો રસ્તો શરૂ થયો. અમે તો નાનકડી રેન્ટલ ફિયાટ પાંડા ગાડીમાં હતાં. કાચો, ઊબડ-ખાબડ રસ્તો ગાડી માટે જોખમી લાગતો હતો. પહેલું કાચું પાર્કિંગ આવ્યું, ત્યાં એક-બ્ો કાર પાર્ક હતી અન્ો ટ્રેક માટેનો નકશો પણ બોર્ડ પર લાગ્ોલો હતો. ત્યાં ઘણાં લોકો છેક મોરો જાબલેથી ચાલીન્ો આખો દિવસ હાઇક કરવાનો પ્રોગ્રામ બનાવીન્ો પણ આવતાં હતાં. એવી જ બ્ો પચ્ચીસ્ોક વર્ષની છોકરીઓ અમન્ો આગળ જતી દેખાઈ. અમે પણ ત્ોમની પાછળ હાઇકમાં કામ લાગ્ો ત્ોવી પાણીન્ો બોટલ, મુસલી, ટોપી વગ્ોરે
બ્ોક-પ્ોકમાં નાખીન્ો હાઇક ટ્રેઇલ તરફ નીકળી પડ્યાં. પ્ોલી બ્ો છોકરીઓ થોડી વારમાં દેખાતી બંધ થઈ ગઈ હતી.

ટાપુ આમ પણ અત્યંત સાંકડો છે. બંન્ો તરફ દરિયો નજીક હોવાથી અહીં સતત હવાના સુસવાટા ચાલતા હતા. કોફેટે નજીક આવતાં હવા વધી તો ગઈ જ હતી, પણ હાઇક અમન્ો વધુ પહાડો વચ્ચે લઈ ગઈ. એવામાં હવા કેટલી છે ત્ો ખબર ન પડી. દૂરથી પહાડ ખરેેખર કેટલે છે ત્ોનો અંદાજ લગાવી શકાય ત્ોમ ન હતો. અમારી હાઇકિંગ એપ્પ કોમૂટ પર આ આખીય હાઇક સાત કિલોમીટરની બતાવતી હતી, પણ સાત કિલોમીટર સીધા રસ્તા અન્ો પહાડના ઢાળમાં ફર્ક હોય છે. શરૂઆતનો રસ્તો તો સાવ સમથળ વગડામાં બકરીઓ વચ્ચેથી નીકળવામાં મજાથી વીત્યો. મજાક મસ્તીમાં, બકરીઓન્ો હિંદી ગીતો સંભળાવતાં સમય ક્યાં વીતી ગયો ખબર પણ ન પડી. અમારી પાછળ એક ઉંમરલાયક કપલ પણ ધીમે ધીમે મજેથી આવી રહૃાું હતું. મનમાં કામના વિચારોન્ો સાવ એક તરફ કરી દેવાની વાત મક્કમ રીત્ો ઘર કરી ગઈ હતી. એવામાં રસ્તામાં આવતાં વેજિટેશનન્ો પણ નજીકથી જોઈન્ો પણ જાણે અનોખી શાંતિ ફીલ થતી હતી. હું એ બધું કરવા રહી એમાં પ્ોલું ઉંમરલાયક કપલ પણ અમારાથી આગળ નીકળી ગયું.

ત્ોમની સાથે કેચ અપ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે હાંફી રહૃાાં અન્ો આ વિસ્તારની હિસ્ટ્રી શું હશે ત્ો વિચારો પણ આવ્યા. સાવ સ્ાૂકા, બરછટ, વેરાન લેન્ડસ્કેપમાં કોઈ અલગ જ ગ્રહ પર અમે એકલાં હોઇએ એવી અનુભૂતિ પણ થઈ. એકાદ મુસલી બાર પણ ગપચાવાઈ ગઈ. દિવસ બપોર તરફ આગળ વધતો હતો ત્ોમ ગરમી પણ વધી ગઈ. હજી તો એક તરફનો રસ્તો પણ માંડ અડધે પહોંચેલો. ત્યાં તો વળતાં મોરો જાબલે જઈન્ો આઇસક્રીમ ખાવો પડશે એવો પ્લાન પણ બન્યો. હવે તો આ પહાડ ચઢવો જ રહૃાો.
**

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button