મનોરંજન

Mahabaleshwar ખાતે આ કોનો મહેમાન બન્યો Salman Khan? કોઈ નવી કોન્ટ્રોવર્સીનો પ્રારંભ?

મુંબઈઃ બોલીવૂડ એક્ટર અને ભાઈજાન સલમાન ખાન (Bollywood Actress Salman Khan) છેલ્લાં કેટલાય સમયથી તેને મળી રહેલાં ધમકી, તેના ઘર પર થયેલી ફાયરિંગને કારણે ચર્ચામાં રહ્યો છે. હવે ફરી એક વખત સલમાન ખાને કંઈક એવું કર્યું છે કે જેને કારણે તે ફરી એક વખત વિવાદોના વમળમાં ફસાઈ ગયો છે. વાત જાણે એમ છે કે સલમાન હાલમાં તેની ફિલ્મની શૂટિંગ માટે સાતારા જિલ્લામાં આવેલા મહાબળેશ્વર (Hill Station Mahabaleshwar)માં છે.

હવે તમને થશે કે ભાઈ મહાબળેશ્વર જાય એમાં શું વિવાદ? તો ભાઈ કહાનીમાં ટ્વીસ્ટ તો હવે આવે છે. સલમાન મહાબળેશ્વર ગયો એમાં કોઈ વાંધો નથી પણ તે જ્યાં ઉતર્યો છે એને કારણે વિવાદ ઊભો થયો છે. સલમાન ખાન મહાબળેશ્વર ખાતે ડીએચએફએલ કૌભાંડના આરોપી અને ઈડીની કસ્ટડીમાં રહેલા રાકેશ વાધવાન (DHLF Corruption Accused Rakesh Wadhawanan)ના બંગલામાં ઉતર્યો છે. સલમાન આ બંગલામાં કેમ ઉતર્યો છે એ મામલે આશ્ચર્ય વ્યક્ત કરાઈ રહ્યું છે.

સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) દ્વારા આપવામાં આવેલી ધમકીને પગલે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. પોલીસોના સુરક્ષા કવચ વચ્ચે સલમાન ખાન આરામથી બધી જગ્યાએ ફરતો જોવા મળ્યો છે. સાતારાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Chief Minister Eknath Shinde)નું ગામ છે અને એટલે જ ભાઈજાન સીએમ શિંદેના ગામ પણ જવાનો હતો, પરંતુ ગાઢ ધુમ્મસને કારણે તે ત્યાં જઈ શક્યો નહીં.

વાધવાન વિશે વાત કરવાની થાય તો કોરોનાકાળમાં વિવાદોમાં ફસાયેલા વાધવાને 17 બેંકના 34,000 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનો આક્ષેપ તેમના પર કરવામાં આવ્યો છે. ત્યાર બાદ વાધવાન બંધુની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હવે એમના જ બંગલામાં ભાઈજાને ઉતારો લેતા લોકોમાં સલમાનના આ નિર્ણયને લઈને આશ્ચર્ય વ્યક્ત કરાઈ રહ્યું છે.

દરમિયાન સલમાન ખાન કઈ હોટેલ, બંગલા અને રિસોર્ટમાં શૂટ કરવાનો છે એના વિશે કોઈ માહિતી નથી મળી રહી. આ ઉપરાંત તે હજી કેટલાક દિવસ મહાબળેશ્વર રહેશે એની પણ કોઈ ઓફિશિયલ માહિતી મળી શકી નથી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત