સ્પોર્ટસ

UEFA Euro 2024: ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇટલીને આંચકો આપી સ્પેન પહોંચ્યું નૉકઆઉટમાં

ગેલ્સેનકિર્કેન (જર્મની): યજમાન જર્મની પછી સ્પેનની ટીમ યુઇફા યુરો-2024ના નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગઈ છે.
ગુરુવારે ગ્રૂપ-બીમાં સ્પેને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇટલીને 1-0થી હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં (અંતિમ 16 ટીમના રાઉન્ડમાં) પ્રવેશ કરી લીધો હતો.

ફર્સ્ટ હાફમાં બન્ને ટીમ 0-0થી બરાબરીમાં હતી અને ત્યારે એવું લાગતું હતું કે બન્ને ટીમના ખેલાડીઓના આક્રમણ અને સંરક્ષણાત્મક અપ્રોચ એકસરખો મજબૂત હોવાથી આ મૅચ ડ્રૉમાં જશે, પરંતુ પંચાવનમી મિનિટમાં ઇટલીના જ રિકાર્ડો કૅલફિયૉરી (Riccardo Calafiori)થી સ્પેનની તરફેણમાં ગોલ કરી દેતાં સ્પેનની છાવણીમાં હર્ષોલ્લાસ થયો હતો અને ઇટલીની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો.

આ પણ વાંચો : UEFA Euro 2024: જર્મની યુઇફા યુરોના નૉકઆઉટમાં પહોંચેલો પ્રથમ દેશ

ત્યાર બાદ સ્પેનના ફૉરવર્ડ ખેલાડીઓ જોશમાં આવી ગયા હતા, પરંતુ ઇટલીના ગોલકીપર ગિયાનલુઇગી ડૉનારુમાએ વધુ ગોલ કરીને સરસાઈ લેવાના તેમના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. જોકે ઇટલીના ખેલાડીઓ પણ સ્કોર 1-1થી લેવલ નહોતા કરી શક્યા અને છેવટે સ્પેને 1-0થી વિજય મેળવીને નૉકઆઉટમાં એન્ટ્રી કરી લીધી હતી.

ગ્રૂપ-સીમાં ઇંગ્લૅન્ડ અને ડેન્માર્ક વચ્ચેની મૅચ 1-1થી ડ્રૉમાં પરિણમી હતી. ઇંગ્લૅન્ડ વતી હૅરી કેને 18મી મિનિટમાં અને ડેન્માર્ક વતી મૉર્ટન યુલ્માન્ડે 34મી મિનિટમાં ગોલ કર્યો હતો. આ જ ગ્રૂપમાં સર્બિયા અને સ્લોવેનિયાની મૅચ પણ 1-1થી ડ્રૉમાં ગઈ હતી.

ગ્રૂપ-એમાં જર્મની, ગ્રૂપ-બીમાં સ્પેન, ગ્રૂપ-સીમાં ઇંગ્લૅન્ડ આગળ છે. ગ્રૂપ-ડીમાં નેધરલૅન્ડ્સ-ફ્રાન્સ, ગ્રૂપ-ઇમાં રોમાનિયા-સ્લોવેકિયા અને ગ્રૂપ-એફમાં ટર્કી તથા રોનાલ્ડોની પોર્ટુગલની ટીમ મોખરે એકસરખા ત્રણ-ત્રણ પૉઇન્ટ ધરાવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button