આમચી મુંબઈ

બાળકીની જાતીય સતામણી: કરિયાણાની દુકાનના કર્મચારીની ધરપકડ

મુંબઈ: કાલાચોકી વિસ્તારમાં આઠ વર્ષની બાળકીની જાતીય સતામણી કરવા બદલ કરિયાણાની દુકાનના 39 વર્ષના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી.

કાલાચોકીમાં આવેલી દુકાનમાં મંગળવારે સાંજે બાળકી બિસ્કિટ ખરીદવા ગઇ ત્યારે આરોપીએ તેને નિશાન બનાવી હતી.
બિસ્કિટ આપવાને બહાને બાળકીને દુકાનની અંદર બોલાવવામાં આવી હતી, જ્યાં આરોપીએ તેને અયોગ્ય સ્પર્શ કર્યો હતો. દુકાનમાં આરોપી એકલો હતો અને તેણે બાળકીનાં કપડાં ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાળકીએ પોતાને છોડાવી હતી.

આ પણ વાંચો: થાણેની જાણીતી શાળાના વિદ્યાર્થીઓની જાતીય સતામણી: બસ એટેન્ડન્ટની ધરપકડ

બાળકી ‘ગુડ ટચ અને બેડ ટચ’થી વાકેફ હતી, જેને કારણે તે કરિયાણાની દુકાનના કર્મચારીનો ઇરાદો સમજી ગઇ હતી. બાળકી ત્યાંથી ભાગી છૂટી હતી અને પોતાના ઘરે પહોંચ્યા બાદ માતાને તેણે તમામ હકીકત જણાવી હતી.

બાળકીની માતા જ્યારે દુકાનના કર્મચારીને આ અંગે પૂછવા ગઇ ત્યારે તે નશામાં હતો અને તેણે બાળકીની માતા સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યાર બાદ માતાએ કાલાચોકી પોલીસ સ્ટેશનમાં જઇને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદને આધારે ભારતીય દંડસંહિતા અને પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત