હેં તમે જે દૂધ પીવો છે એ જ છે Dangerous Diseasesનું કારણ, જાણો કઈ રીતે…
આપણને બાળપણથી જ એવું શિખડાવવામાં આવે છે કે દૂધ (Milk)માં ભરપૂર પ્રમાણમાં પ્રોટિન, કેલ્શિયમ, વિટામીન અને મિનરલ્સ જેવા પોષક તત્વો જોવા મળે છે. આ પોષક તત્વો જ આપણને સ્વસ્થ (Healthy) રાખે છે. પણ જો તમને ખબર પડે કે તમે આરોગ્યપ્રદ સમજીને જે દૂધ પીવો છો એ દૂધ જ તમને જીવલેણ બીમારીઓ ભેટમાં આપે છે તો, આંચકો લાગ્યો ને? પણ આ હકીકત છે. દૂધમાં યુરિયાની ભેળસેળ કરવામાં આવે છે અને આ યુરિયાની ભેળસેળનું કામ એટલી બારીકાઈથી કરવામાં આવે કે દૂધ અસલી છે કે નકલી એનો તફાવત કરવાનું અઘરું થઈ જાય છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ યુરિયાની ભેળસેળવાળું દૂધ પીવાને કારણે ઉલટી, ઝાડા અને પેટના દુઃખાવાની સમસ્યા થઈ શકે છે. એટલું જ નહીં પણ આ યુરિયા તમારા પાચનતંત્રને પણ ખરાબ કરે છે, જેને કારણે ઝાડા અને ડિહાઈડ્રેશન જેવી સમસ્યા સતાવી શકે છે. લાંબા સમય સુધી યુરિયાની ભેળસેળવાળું દૂધ પીવાને કારણે કિડનીની સાથે લિવર પણ ખરાબ કરી શકે છે. આવી પરિસ્થિતિમાં ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Food Safety And Starndards Authority Of India) દ્વારા એક એવી કામની માહિતી આપવામાં આવી છે કે જેની મદદથી તમે ચપટીમાં દૂધમાં યુરિયાની ભેળસેળ કરવામાં આવી છે કે નહીં એ જાણી શકાય છે.
આ પણ વાંચો : AC Blast થાય તેની પહેલાના આ પાંચ સંકેતો : જો સમયસર ધ્યાન આપવામાં આવે તો મોટી દુર્ઘટના રોકી શકાય
આ માટે તમારે એક ટેસ્ટ ટ્યૂબમાં એક ચમચી દૂધ લેવું પડશે. હવે તેમાં અડધી ચમચી સોયાબીન કે અડદની દાળનો પાઉડર ઉમેરો. ટેસ્ટ ટ્યૂબને સારી રીતે હલાવીને મિક્સ કરો અને પાંચ મિનીટ સુધી રાહ જુઓ. ત્યાર બાદ તેમાં એક રેડ લિટમસ પેપર નાખો. અડધી મિનિટ બાદમાં આ રેડ લિટમસ પેપર કાઢી લો.
જો, દૂધ શુદ્ધ હશે તો લાલ કલરનું લિટમસ પેપરનો રંગ નહીં બદલાય, પણ જો રેડ લિટમસ પેપરનો રંગ બ્લ્યુ થઈ જાય છે તો સમજી લો કે દૂધમાં યુરિયાની ભેળસેળ કરવામાં આવી છે. આ યુરિયાવાળું દૂધ પીવાથી લિવર અને કિડનીની ગંભીર જીવલેણ બીમારી પણ થઈ શકે છે. આજે જ જાણી લો કે તમે જે દૂધ પીવો છો તે ભેળસેળયુક્ત છે કે એકદમ શુદ્ધ…