હિન્દુ મરણ
હાલાઇ ભાટિયા
સ્વ.બહાદુરસિંહ આશર (પતંગીયા) (ઉં. વ. ૯૧) તે સ્વ.પીલૂબેન આશરના પતિ. સ્વ.લીલાવતી લાલજી આશરના પુત્ર. સ્વ.હરિદાસ લક્ષ્મીદાસ સંંપટના જમાઈ. અ.સૌ.દર્શના મૂળરાજ, છાયા મધુભાઈ, નીરુ અને જયશ્રીના પિતા. મહેન્દ્ર, સ્વ.કિરીટ, અ.સૌ.ભારતી, સ્વ.મંજુબેન, સ્વ.બેબીબેનના ભાઈ તા. ૨૦-૬-૨૪ ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
ભુપેન્દ્રભાઈ ભગદેવ ઠક્કર (ઉં. વ. ૭૮) તે સ્વ. દક્ષિબેનના પતિ. સ્વ. દિવાળીબેન હરજીવનદાસ ભગદેવના પુત્ર. હેમલ તથા જેસલના પિતા. ડિમ્પલના સસરા. સ્વ. ચંદ્રકાન્તભાઈ, રાજેશભાઈ, બકુલભાઈ, ભરતભાઈ, સ્વ.પુષ્પાબેન ધીરજલાલ વસાણી, સ્વ.અનિતાબેન જયંતીલાલ વસાણી, ભાનુમતિબેન બળવંતરાય ગઢીયાના ભાઈ. સ્વ.લીલાવતીબેન કાંતિલાલ પાંધીના જમાઈ ૧૯/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ચોર્યાસી મેવાડા બ્રાહ્મણ
ગામ વટાર વાપી હાલ કાંદિવલી વેસ્ટ મહેન્દ્રદેવ ઈચ્છારામ ભટ્ટ (ઉં. વ. ૮૯) ૧૪/૬/૨૪ના અવસાન પામેલ છે. તે પદમાબેનના પતિ. નિલાંબરી, ઊર્મિ તથા મોહિતના પિતા. યોગેશ, તથા દેવલના સસરા. જીનીતના દાદા. એ, ૫૦૩, વૃંદાવન સોસાયટી, દેવ નગર, પવાર પબ્લિકેશન સ્કૂલની બાજુમાં, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
મહુવાવાળા હાલ નાલાસોપારા સ્વ. કનૈયાલાલ પ્રાણલાલ ભાણજીભાઇના ધર્મપત્ની ગં. સ્વ. જસુમતિ (ઉં. વ. ૯૯) ૧૮/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે યોગેશ તથા સ્વ. ચૈતન્યના માતુશ્રી. રાજુલાવાળા સ્વ. ગંગાદાસ છગનલાલ ગાંધીના દીકરી. જાફરાબાદવાળા સ્વ. તાપીબેન વોરાના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશાશ્રીમાળી વણિક
મહુવા નિવાસી હાલ ઘાટકોપર જગમોહન નંદલાલ મહેતા (દાણી) (ઉં. વ. ૯૩) મંગળવાર, તા.૧૮-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જયોત્સનાબેનના પતિ. સ્વ.નંદલાલ ચત્રભુજના પુત્ર. તે સ્વ. જશવંતરાય, સ્વ.મનહરલાલ, સ્વ. કનુભાઇ તથા સ્વ. મંછાબેનના ભાઇ. તે નરેન્દ્રભાઇ, દિલીપભાઇ તથા મિલનભાઇના પિતા. તે સ્વ. મોહનલાલ ફૂલચંદ વાઘાણીના જમાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી.
હાલાઇ લોહાણા
ગામ ધારી હાલ થાણા મનસુખલાલ ઠક્કર ઉનડકટ (ઉં. વ. ૭૨) તે સ્વ.ચંપાબેન રવજીભાઈ ઉનડકટના પુત્ર. રશ્મિબેનના પતિ. સ્વ. ચંપકલાલ વ્રજલાલ કોટેચાના જમાઈ. ધવલ તથા પૂજાના પિતા. સવિતાબેન, સ્વ.ધીરજલાલ, સ્વ.રમણીકભાઈ, સ્વ.ચંદ્રિકાબેન તથા હસમુખભાઈના નાનાભાઈ. તે ૧૯/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે.
કચ્છ વાગડ લોહાણા
મૂળ ગામ ચોબારી હાલે પનવેલ સ્વ. નટવરલાલ નરભેરામ સોનેતા( ઠક્કર) ના ધર્મપત્ની ગ.સ્વ. સાવિત્રીબેન (ઉં. વ. ૬૯) તે પ્રફુલ, ભરતના માતોશ્રી, લતાબેનના સાસુ. સ્વ. ગોિંવદજી મોરારજી ચંદે (નદાસર)ની પુત્રી. હેત અને ખુશીના દાદી, લીલાવંતીબેન ભરતભાઈ નાથાણીના બેન. તા. ૧૯-૬-૨૪ના શ્રીજીધામમાં ગયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૨૧-૬-૨૪ના ૪-૩૦ થી ૬. એડ. પૂજય સિંધી પંચાયત હોલ વિશરાલી નાકા એમ. જી. રોડ પનવેલ. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે
હાલાઈ ભાટીયા
નરેન્દ્રભાઈ કાપડીયા (ઉં. વ. ૭૬), તે સ્વ. ભાનુબેન ભગવાનદાસના પુત્ર, સ્વ. ઉષાબેનના પતિ. સ્વ. હંસાબેન હરીદાસ ઉદ્દેશીના જમાઈ. દિપક, આરતીના પિતાશ્રી. અ.સૌ. ક્ષીપ્રાના સસરા. ચિ. તનયના દાદા, તા. ૧૯-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
સાવરકુંડલાના હાલ માટુંગા સ્થિત સ્વ. ભૂપતરાય પ્રભુદાસ લાધાભાઇ મોદીના પત્ની ભાનુમતી (ઉં. વ. ૯૨) સ્વ. વર્ષા, સુબોધ, આનંદના માતા. વિપુલ, મીનાક્ષી, અનિતાના સાસુ. કુણાલ-અ.સૌ. શીખા-વિહાન, વિધી, જીષણુ, જાહન્વીના દાદીમા સ્વ.હરિલાલ, સ્વ. રમણિકલાલ, સ્વ. અનંતરાય, પ્રતાપરાય તથા સ્વ. ગુણવંતી હરિવદન મહેતાના ભાભી. પિયર પક્ષે શિહોરવાલા સ્વ. વિમલાબેન કેશવલાલ તથા સ્વ. કમલાબેન મણીલાલ દોશીના દીકરી. તા. ૧૫ જૂન ૨૪ના શ્રીજીચરણ પામેલ છે. દેહદાન કર્યું છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
અમદાવાદ દશા નાગર વણિક જ્ઞાતિ
અતુલભાઇ હરીદાસ મહેતા હાલ મુંબઇ તા. ૯-૬-૨૪ના બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તેઓ હર્ષ, ફોરમના પિતાશ્રી. પરણા, રાજીવભાઇ દલાલના સસરા. મહેક, વિશેષના દાદા. સ્વ. અનિલભાઇ, સ્વ. વિક્રમભાઇ, સ્વ. માલિનીબેન પુષ્પવદન ગાંધીના ભાઇ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા સોરઠિયા વણિક
સ્વ. ગોરધનદાસ વિમાવાળાના સુપુત્ર સ્વ. જીતેન્દ્રના ધર્મપત્ની કુમુદબેન (ઉં. વ. ૭૫) તે સિદ્ધાર્થ તથા રાખીના માતુશ્રી. તથા શ્ર્વેતા અને નારાયણના સાસુમા. આર્યાશ્રીના દાદી. તે સ્વ. ચુનીલાલ કાટકોરિયાના સુપુત્રી. તા. ૧૮-૬-૨૪ના શ્રીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી શ્રીમાળી સોની
સિહોર નિવાસી હાલ મુંબઇ સ્વ. ચંદ્રીકાબેન અને સ્વ. મહિપતભાઇ બાબુભાઇ લંંગાળીયાના પુત્ર રાજેશભાઇ (ઉં. વ. ૫૪) તા. ૧૮-૬-૨૪ના મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. તે નીનાબેનના પતિ. શિખાના પિતાશ્રી. તથા ચંદ્રકાન્તભાઇ, રજનીકાન્તભાઇ, સોનલબેનના ભાઇ. તથા મુકેશકુમારના સાળા. તથા સિહોરવાળા સુધાબેન અને ધ્રુવકુમાર પારેખના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સુરતી દશા લાડ વણિક
મહેન્દ્રકુમાર ચેતન ભગત (ઉં. વ. ૯૧) ચેતનલાલ- પદમાબેન ભગતના સુપુત્ર રવિવાર તા. ૧૬-૬-૨૪ના રોજ દેવલોક પામ્યા છે. તે કલ્યાણી એ. જરીવાલા અને મીતા કે. પરીખના પિતાશ્રી. તથા સ્વ. મધુકર સી. ભગત, રંજન એમ. સાલ્વી, સ્વ. સુરભિ એ. મારફતીયા, સ્વ. જયોત્સના એચ. રેશમવાલા, ડો.કિશોરી એ. કામદારના ભાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. ૨૧, કમલજી, રોડ નં. ૫, એચ. એફ. સોસાયટી, જોગેશ્ર્વરી, (ઇ).
કચ્છી ભાટિયા
નિર્મળાબેન કૃષ્ણકુમાર ભાટિયા, તે સ્વ. માધવદાસ મોરારજી ભાટીયાના પુત્રવધૂ. અલ્પાઇ-કોચીન, સ્વ. હંસરાજ નારાણજી લાટવાળા તથા સ્વ. લક્ષ્મીબેન હંસરાજ લાટવાળાના પુત્રી. સંજયના માતુશ્રી, સૌ. નીપાના સાસુ. સ્વ. ઇન્દુબેન, સ્વ. વસંતબેન, યશવંત તથા સૌ. કિશોરીનાબેન તથા અ. સૌ. તન્વી સાગર અને ક્રિશના દાદી તા. ૨૦ જૂન ૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ વૈષ્ણવ વણિક
સ્વ. વસંતબેન તથા દેવીદાસ વોરાના પુત્ર પ્રદ્યુમન, તે છાયાના પતિ. આશીષ તથા અમોલના પિતા. કૃષ્ણદાસ, યતીન, સ્વ. ધનેશ્ર્વરી બાબુભાઇ ભુતા, નીલમ રમેશ મહેતા તથા હીરા ચંદ્રકાન્ત મહેતાના ભાઇ. નલીની કૃષ્ણદાસના દિયર. દેવયાની યતીનના જેઠ બુધવાર, તા. ૧૯ જૂનના સ્વર્ગવાસ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.