એનઆઈએ એક્શનમાંઃ સત્તાવાર જાહેર કરી આટલા ગેંગસ્ટર/આતંકવાદીની યાદી
નવી દિલ્હીઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે. બંને દેશો એકબીજા વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. બંનેએ એક બીજા રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. તે જ સમયે ભારતે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ બંધ કરી દીધી છે. હવે આ પછી ફરીથી ખાલિસ્તાની આતંકવાદીઓ સમગ્ર વિશ્વમાં ચર્ચામાં આવ્યા છે. આ દરમિયાન નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ 41 ગેંગસ્ટર/આતંકવાદીની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સામેલ ગોલ્ડી બ્રાર સહિત 41 આતંકવાદીના નામ સામેલ કરવામાં આવ્યા છે.
એનઆઈએ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં લોરેન્સ બિશ્નોઈ, જસદીપ સિંહ, કાલા જથેરી ઉર્ફે સંદીપ, વીરેન્દ્ર પ્રતાપ ઉર્ફે કાલા રાણા, જોગીન્દર સિંહ, રાજેશ કુમાર ઉર્ફે રાજુ મોતા, રાજ કુમાર ઉર્ફે રાજુ બસોદી, અનિલ છિપ્પી, મોહમ્મદ સહબાઝ અંસારી, ગોલ્ડી બ્રારનો સમાવેશ થાય છે. સચિન થાપન, અનમોલ બિશ્નોઈ, વિક્રમજીત સિંહ ઉર્ફે વિક્રમ, દરમન સિંહ, અર્શદીપ સિંહ ગિલ, સુરેન્દ્ર સિંહ ઉર્ફે ચીકુ, દલીપ કુમાર ઉર્ફે ભોલા, પરવીન વાધવા ઉર્ફે પ્રિન્સ, યુદ્ધવીર સિંહ અને વિકાસ સિંહના નામ સામેલ છે.
આ ઉપરાંત લખબીર સિંહ, સુખપ્રીત સિંહ, અમિત ડાગર, કૌશલ ચૌધરી, આસિફ ખાન, નવીન દબાસ, છોટુ રામ, જગસીર સિંહ, ભૂપિંદર સિંહ, સંદીપ સિંહ, ગુરપિંદર સિંહ, નીરજ, દલેર સિંહ, દિનેશ શર્માનો સમાવેશ થાય છે. આ યાદીમાં મનપ્રીત સિંહ, હરિઓમ, હરપ્રીત, લખવીર સિંહ, ઈરફાન અને સની ડાગરના નામ પણ સામેલ છે.
આ સિવાય સુખદુલ સિંહ અને ટિલ્લુ તાજપુરિયાના નામ પણ આ વ્યાજની યાદીમાં સામેલ છે, પરંતુ તેમની હત્યા થઈ ચૂકી છે. સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકેની પણ કેનેડામાં હત્યા કરવામાં આવી હતી, જ્યારે ટિલ્લુ તાજપુરિયા તાજેતરમાં ગેંગ વોરમાં દિલ્હીની જેલમાં માર્યો ગયો હતો. એના સિવાય એનઆઈએએ જણાવ્યું છે કે રજૂ કરેલી તસવીરમાં વ્યક્તિ આરસી-38/2022, આરસી-39/2022/એનઆઈએ/ડીએલઆઈમાં આરોપી છે. નાગરિકોને આહવાન કરતા જણાવ્યું છે કે આ લોકોના સંબંધી, મિત્રો અને સંબંધીઓના નામ પરની માલિકી/વ્યવસાય અંગે જાણકારી આપવા જણાવ્યું છે.