T20 World Cup 2024સ્પોર્ટસ

4, 6, 4, 6, 6, 4: ઇંગ્લૅન્ડના ફિલ સૉલ્ટે કૅરિબિયન બોલર શેફર્ડની એક ઓવરમાં 30 રન ખડકી દીધા

ગ્રોઝ આઇલેટ (સેન્ટ લ્યૂસિયા): ઇંગ્લૅન્ડના આક્રમક ઓપનર ફિલ સૉલ્ટે (87 અણનમ, 47 બૉલ, પાંચ સિક્સર, સાત ફોર) કરોડો ક્રિકેટપ્રેમીઓને ટી-20 વર્લ્ડ કપમાં આઇપીએલ જેવી ફીલ કરાવી છે. સૉલ્ટે બુધવારે સુપર-એઇટ રાઉન્ડના મુકાબલામાં વેસ્ટ ઇન્ડિઝના પેસ બોલર રોમારિયો શેફર્ડ (2-0-41-0)ની એક ઓવરમાં 30 રન ઝૂડી કાઢ્યા હતા.
વેસ્ટ ઇન્ડિઝે ચાર વિકેટે 180 રન બનાવ્યા બાદ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડે 17.3 ઓવરમાં બે વિકેટે 181 રન બનાવીને વિજય મેળવ્યો હતો.

ઇંગ્લૅન્ડની ઇનિંગ્સમાં 16મી ઓવર સીમ બોલર શેફર્ડને અપાઈ હતી જેમાં સૉલ્ટે તમામ છ બૉલમાં બિગ-હિટ (4, 6, 4, 6, 6, 4) સાથે એ ઓવરમાં કુલ 30 રન બનાવ્યા હતા.

વેસ્ટ ઇન્ડિઝને શેફર્ડની આ ખર્ચાળ ઓવર છેવટે ભારે પડી હતી. શેફર્ડની પહેલી ઓવરમાં 11 રન બન્યા હતા, પરંતુ એ પછીની બીજી ઓવરમાં 30 રન બનતાં તેની બે ઓવરની બોલિંગ ઍનેલિસિસ (2-0-41-0) બગડી ગઈ હતી. મૅન ઑફ ધ મૅચ સૉલ્ટ અને જૉની બેરસ્ટો (48 અણનમ, 26 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 97 રનની અતૂટ ભાગીદારી થઈ હતી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button