નેશનલ

Delhi Heatwave: સ્મશાન બહાર મૃતદેહોની કતાર, ગરમીને કારણે 24 કલાકમાં એક જ હોસ્પિટલમાં 13ના મોત

નવી દિલ્હી: દિલ્હીમાં પડી રહેલી ભીષણ ગરમી (Delhi Heatwave) જીવલેણ સાબિત થઇ રહી છે. દિલ્હીમાં ગરમી અને હીટવેવની સ્થિતિ એવી છે કે અહીં લઘુત્તમ તાપમાન પણ 35.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. સ્થિતિનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે ગરમીની સમસ્યાને કારણે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ(Safdargunj Hospital)માં છેલ્લા 24 કલાકમાં 13 દર્દીઓના મોત થયા છે. એક અહેવાલ મુજબ બુધવારે દિલ્હીના નિગમબોધ ઘાટ(Nigambodh Ghaat) પર અંતિમ સંસ્કાર માટે આવેલા મૃતદેહોની કતાર જોવા મળી હતી.

RML હોસ્પિટલના સિનિયર ડોકટરે જણાવ્યું હતું કે એક અઠવાડિયામાં કુલ 22 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી બુધવારે હીટસ્ટ્રોકના કારણે 5 લોકોના મોત થયા હતા. 13 દર્દીઓ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 27 મેથી ગરમી સંબંધિત સમસ્યાને કરને 45 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. બુધવારે નોઈડામાં પણ 14 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા હતા.

Read more: માત્ર દોઢ ઈંચ વરસાદથી વલસાડ શહેર પાણી પાણીઃ સ્થાનિકોમાં રોષ

એક અહેવાલ મુજબ બુધવારે, નિગમ બોધ ઘાટ પર કોરોના રોગચાળા પછી એક જ દિવસમાં સૌથી વધુ સંખ્યામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રે 12 વાગ્યા સુધી અહીં 142 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જૂનની મહિનામાં અત્યાર સુધીમાં દિલ્હીના નિગમ બોધ ઘાટ પર 1101 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

અહેવાલ મુજબ આ મહીને અહીં મૃતદેહોના અંતિમ સંસ્કારનો સંસ્કારનો રેકોર્ડ તૂટી શકે છે, અહીં જૂન 2021માં 1210, જૂન 2022માં 1570 અને જૂન2023માં 1319 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ વર્ષે અહીં જુન મહિનામાં અત્યાર સુધીમાં 1101 અંતિમ સંસ્કાર થઇ ચુક્યા છે.

Read more: Monsoon ને લઈને હવામાન વિભાગનું મોટું અપડેટ, 20 રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

બુધવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે છેલ્લા 60 વર્ષમાં સૌથી વધુ હતું. અગાઉ 10 જૂન 1964ના રોજ દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 35.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શહેર સતત 11 દિવસથી લૂની લપેટમાં છે અને શહેરમાં સતત છઠ્ઠા દિવસે રાત્રિના સમયે પણ ગરમી પડી રહી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત