નેશનલ

Hyderabad થી મલેશિયા જતા વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઇ, પાયલોટની સૂઝબૂઝથી 138 પ્રવાસીઓના જીવ બચ્યા

હૈદરાબાદ : તેલંગાણાના રાજીવ ગાંધી એરપોર્ટથી(Airport)ઉડાન ભરેલું વિમાન થોડીવાર પછી પરત ફર્યું. આ પ્લેન હૈદરાબાદથી (Hyderabad)મલેશિયાના કુઆલાલંપુર જવાનું હતું. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બુધવારે મોડી રાત્રે વિમાને ટેકઓફ કર્યું હતું. પરંતુ થોડા સમય બાદ એન્જિનમાં ટેકનિકલ ખામી જણાતાં પાયલટ વિમાનને પાછું લાવ્યો હતો.

પ્લેન ટેકઓફ પછી તરત જ પાછું ફર્યું

એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે 12.45 વાગ્યે ફ્લાઈટ MH 199એ ટેકઓફ કર્યું હતું. પરંતુ ટેકનિકલ કારણોસર થોડા સમય બાદ પરત ફરવું પડ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે વિમાનમાં 138 મુસાફરો સવાર હતા. વિમાન બુધવારે રાત્રે 12.15 કલાકે ઉપડવાનું હતું. જો કે તે સમયસર ઉપડી શક્યું ન હતું. પ્લેન ટેકઓફ પછી તરત જ પાછું ફર્યું.

મુસાફરો માટે મુશ્કેલી

પાયલોટની સૂઝબૂઝના કારણે મુસાફરોનો જીવ બચી ગયો હતો અને કોઈપણ પ્રકારની દુર્ઘટના ટળી હતી. જોકે આ દરમિયાન મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોડીરાત્રે બનેલી આ તમામ ઘટનાઓને કારણે મુસાફરો ભારે પરેશાન થઈ ગયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button