ભારતમાં Dalai Lama ને મળ્યા અમેરિકી સાંસદ, ચીન નારાજ
નવી દિલ્હી : ચીનના સતત વિરોધ વચ્ચે અમેરિકન સાંસદોનું એક જૂથ તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાને(Dalai Lama)મળ્યું છે. સંસદના ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પેલોસી સહિત યુએસ સાંસદોએ બુધવારે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સાંસદોએ કહ્યું કે દલાઈ લામાના ઉત્તરાધિકારીને પસંદ કરવામાં ચીનની કોઈ ભૂમિકા હોઈ શકે નહીં. અમેરિકા તેને આવું કરવા પણ નહીં દે. અમેરિકન સાંસદોનું આ નિવેદન એટલા માટે મહત્વનું છે કારણ કે ચીન દલાઈ લામાના ઉત્તરાધિકારી કર્મપા લામાની પસંદગીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અમેરિકી સંસદમાં તિબેટ-ચીન વિવાદ અધિનિયમ રજૂ
નેન્સી પેલોસીએ કહ્યું કે દલાઈ લામાને તેમના શાંતિ, આધ્યાત્મિક વારસો, દયાના સંદેશ માટે યાદ કરવામાં આવશે. પરંતુ જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિદાય લેશે ત્યારે તેમને કોઈ યાદ કરશે નહીં. તેમને કોઈ પણ વસ્તુ માટે યાદ કરવામાં આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે તિબેટીયન લોકો દયાનું પ્રતિક છે. તેમણે કહ્યું કે અમેરિકી સંસદમાં તિબેટ-ચીન વિવાદ અધિનિયમ રજૂ કરવામાં આવ્યો છે તે યોગ્ય ઉકેલ આપે છે. પેલોસીએ કહ્યું કે આ બિલ ચીનને સંદેશ આપે છે કે વસ્તુઓ બદલાઈ ગઈ છે અને તમારે તેના માટે તૈયાર રહેવું જોઈએ.
આ પણ વાંચો : ભારત પાસે પાકિસ્તાન કરતાં વધુ પરમાણુ શસ્ત્રો, પણ ચીનથી ઘણું પાછળ, અહેવાલમાં દાવો
ચીન તાઈવાન અને તિબેટને પોતાનો ભાગ માને છે
ભારતની મુલાકાતે આવેલા અમેરિકી સાંસદોનું નેતૃત્વ અમેરિકી સંસદની ફોરેન અફેર્સ કમિટીના અધ્યક્ષ માઈકલ મેકકોલે કર્યું હતું. આ સિવાય એમી બેરા, ગ્રેગરી મીક્સ અને નેન્સી પેલોસી સહિત કુલ 7 સાંસદો પ્રતિનિધિમંડળનો ભાગ છે.ચીન તાઈવાન અને તિબેટને પોતાનો ભાગ માને છે. તે વન ચાઇના નીતિ હેઠળ આનો દાવો કરે છે અને અન્ય કોઈ દેશની દખલગીરી સહન કરતું નથી.