T20 World Cup 2024સ્પોર્ટસ

યજમાન વેસ્ટ ઇન્ડિઝની આઠ મૅચની વિજયકૂચ અટકી, ઇંગ્લેન્ડની દમદાર જીત

ગ્રોઝ આઈલેટ: યજમાન વેસ્ટ ઈન્ડિઝ (20 ઓવરમાં 180/4)ને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડે (17.3 ઓવરમાં 181/2) ટી-20 વર્લ્ડ કપની સુપર-એઇટ મૅચમાં 15 બોલ બાકી રાખીને આઠ વિકેટના માર્જિનથી હરાવી દીધું હતું. એ સાથે, વેસ્ટ ઈન્ડિઝ છેલ્લી સતત આઠ ટી-20 મેચના વિજય સાથે સુપર-એઇટમાં પ્રવેશ્યા બાદ હવે ઇંગ્લેન્ડે એની વિજયકૂચ અટકાવી દીધી છે.

નસીબથી સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચેલા ઇંગ્લેન્ડનો ઓપનર ફિલ સૉલ્ટ (87 અણનમ, 47 બૉલ, પાંચ સિક્સર, સાત ફોર) આ મૅચનો સુપર હીરો હતો. તાજેતરની આઈપીએલમાં ચેમ્પિયન બનેલી કલકત્તાની ટીમને મે મહિનામાં જ છોડીને ઇંગ્લેન્ડ પાછા આવી ગયેલા સોલ્ટે પહેલાં કેપ્ટન જૉસ બટલર (25 રન, 22 બૉલ, બે ફોર) સાથે 67 રનની અને પછી જૉની બેરસ્ટો (48 અણનમ, 26 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) સાથે 97 રનની અતૂટ ભાગીદારી કરી હતી. મોઇન અલીનું વિજયમાં 13 રનનું યોગદાન હતું. વેસ્ટ ઈન્ડિઝના બોલર્સમાં ફક્ત આન્દ્રે રસેલ અને રોસ્ટન ચેઝને એક-એક વિકેટ મળી હતી.

ઇંગ્લેન્ડની ઇનિંગ્સમાં 16મી ઓવર સીમ બોલર રોમારિયો શેફર્ડે કરી હતી જેમાં સૉલ્ટે 30 રન ખડકી દીધા હતા. ટી-20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝના બોલર્સમાં આ સંયુક્ત સૌથી ખર્ચાળ ઓવર હતી. વેસ્ટ ઇન્ડિઝને શેફર્ડની આ ખર્ચાળ ઓવર છેવટે ભારે પડી હતી. એ પહેલાં, બૅટિંગ મળ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝનો સૌથી વિસ્ફોટક બૅટર નિકોલસ પુરન (36 રન, 32 બૉલ, એક સિક્સર, ચાર ફોર) સાધારણ રમ્યો એને કારણે યજમાન ટીમનો સ્કોર 200 રન સુધી નહોતો પહોંચી શકયો. તેને જોફરા આર્ચરે વિકેટકીપર બટલરના હાથમાં કેચઆઉટ કરાવ્યો હતો.

ઓપનર બ્રેન્ડન કિંગ 23 રન બનાવ્યા પછી ઈજાને કારણે રિટાયર્ડ હર્ટ થયો હતો. એક પણ કેરેબિયન બૅટર હાફ સેન્ચુરી નહોતો બનાવી શક્યો. જોન્સન ચાર્લ્સના 38 રન ટીમમાં હાઈએસ્ટ હતા. કેપ્ટન પૉવેલે 36 રન અને રૂધરફર્ડે 28 રન બનાવ્યા હતા. પિંચ-હિટર આન્દ્રે રસેલ એક જ રનમાં આઉટ થઈ ગયો હતો. ઇંગ્લેન્ડ વતી આર્ચર, આદિલ રશીદ, મોઈન અલી અને લિવિંગસ્ટને એક-એક વિકેટ લીધી હતી. સોલ્ટને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker