આપણું ગુજરાત

જૂનાગઢના ભાજપના વિવાદીત સાંસદ ફરી વિવાદમાંઃ પક્ષના જ લોકોને આપી ધમકી

જૂનાગઢઃ તાજેતરમાં પૂરી થયેલી લોકસભાની ચૂંટણી જીતી સતત ત્રીજી વાર સાંસદ બનેલા જૂનાગઢના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા ફરી વિવાદમાં આવ્યા છે. અગાઉ પણ તેઓ વિવાદમાં ફસાઈ ચૂક્યા છે. સાંસદ રાજેશ ચુડાસમાએ એક જાહેરસભામાં એવું નિવેદન આપ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં જે લોકો મને નડ્યા છે તેમને હું છોડવાનો નથી, પાર્ટી તેમની સામે કાર્યવાહી કરે કે ન કરે પરંતુ હું તેમને છોડવાનો નથી. પાર્ટી પાસે કાર્યવાહીની અપેક્ષા ત્યારે જ રાખી શકાય જ્યારે નડનારા પાર્ટીના હોય, આથી સાંસદ પોતાના જ પક્ષના પોતાના વિરોધીઓને હિસાબ કરી નાખવાની ચીમકી આપતા જણાઈ રહ્યા છે.

ગીર-સોમનાથ જિલ્લાનાં પ્રાચી ખાતે ધારસભ્ય ભગવાન બારડ દ્વારા અભિવાદન કાર્યક્રમમાં રાજેશ ચૂડાસમાએ વિરોધીઓ પર નિશાન સાધતા આ વાત કહી હતી. રાજેશ ચુડાસમાએ તેમના રાજનૈતિક વિરોધીઓ માટે જે ભાષાનો પ્રયોગ કર્યો છે તે વિશે ચર્ચા ઉઠી છે કે એક જન પ્રતિનિધિને શું આ શોભે છે. શું એક સાંસદ આ રીતે બદલાની ભાવનાથી કામ કરશે, તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે તેમની બીજી ટર્મ દરમિયાન વેરાવળના ડો.અતુલ ચગએ આત્મહ્યા કરી લીધી હતી અને તેમના આ પગલાં માટે રાજેશ ચુડાસમા અને તેમના પિતા જવાબદાર હોવાનો સંકેત આપ્યો હતો. આ કેસમાં ચુડાસમાનું નામ સંડોવાતા તેમને ત્રીજી વાર ઉમેદવારી મળસે કે કેમ તેવા સવાલો ઊભા થયા હતા, પરંતુ પક્ષે તેમને ઉમેદવારી આપી અને તેઓ કૉંગ્રેસના હીરાભાઈ જોટવા સામે 1.35 લાખ મતની સરસાઈથી જીતી ગયા.

તેમનું નામ જાહરે થયું ત્યારે જુનાગઢ ભાજપમાંથી જ વિરોધના સૂર રેલાયા હતા. રાજેશ ચુડાસમાનો વિરોધ કરવા જુનાગઢ ભાજપના એક અગ્રણીએ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલને એક પત્ર લખ્યો હતો. તેમણે આ પત્રમાં ગીર-સોમનાથ સંસદીય વિસ્તારના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવા અંગે રજુઆત પણ કરી હોવાના અહેવાલો તે સમયે વહેતા થયા હતા.
રાજકારણમાં ચૂંટણી સમયે આ પ્રકારના કાવાદાવા થતા રહે છે, પરંતુ સાંસદ તરીકે તમે જ્યારે એક બંધારણીય પદ પર હો ત્યારે જાહેરમાં આ રીતે બદલાની ભાવના સાથે ધમકી આપવી કેટલી યોગ્ય છે, તેવા સવાલો રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા છે. આ અંગે રાજેશ ચુડાસમા સાથે વાત થઈ શકી નથી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત