Anandના વલ્લભવિદ્યાનગરમાંથી ઝડપાયું નકલી ડિગ્રી અને માર્કશીટના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ
![Illegal call center busted in Navi Mumbai: Crime against three](/wp-content/uploads/2024/05/1295530-arrested-780x470.webp)
આણંદ : આણંદ(Anand)જિલ્લાના વલ્લભવિદ્યાનગરમાં નકલી માર્કશીટના આધારે વિદેશ મોકલવાનુ કૌભાડં ઝડપાયુ છે. આણંદ એસઓજીએ એસપી સ્ટડી પ્લાનર એલએલપી નામની ઓફિસમાં દરોડો પાડી દેશની અલગ અલગ યુનિવર્સિટીની 90 જેટલી બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ ઝડપી પાડ્યાં છે. આણંદનો આ વ્યકિત વડોદરા અને અમદાવાદના વ્યક્તિઓને 50 થી60 હજાર રૂપિયા લઈને બોગસ માર્કશીટ બનાવી આપતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.
વિદેશ મોકલવાનું કૌભાંડ
આણંદની એસઓજી પોલીસે વલ્લભવિદ્યાનગરમાં ક્રિષ્ના સફલ કોમ્પલેક્ષનાં ચોથા માળે આવેલા એસ.પી પ્લાનર એલએલપી ઓવરસીઝમાં વિદેશ જવા ઈચ્છુકોને નકલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટનાં આધારે વિદેશની યુનિવર્સીટીમાં પ્રવેશ અપાવીને વિદેશ મોકલવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. આ બાતમીનાં આધારે એસઓજી પોલીસે છાપો મારી ઓવરસીજની ઓફીસની તલાસી લેતા ઓફીસમાંથી અલગ અલગ રાજ્યની અલગ અલગ સરકારી શૈક્ષણીક સંસ્થાઓની બનાવટી માર્કશીટ તેમજ સર્ટીઓ મળ્યા હતા.
કુલ નંગ 90 બનાવટી સર્ટિફિકેટ અને માર્કશીટ મળી આવ્યા
આ આરોપીઓ પાસેથી ન્યુ દિલ્હી સ્કૂલ બોર્ડના 10, સરદાર પટેલ યુનિવર્સિટીના 34, મહારાષ્ટ્ર બોર્ડના 06, એમ.પી.સી. કોલેજ અમરાવતી, મહારાષ્ટ્રના બે, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, લોનેરે, મહારાષ્ટ્રના નવ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના 13, પંજબ બોર્ડના ત્રણ, હરિયાણા બોર્ડના પાંચ, કુરૂક્ષેત્ર યુનિવર્સિટી, હરિયાણા છ, હરિયાણા સ્ટેટ બોર્ડના એક, સ્વામી વિવેકાનંદ પબ્લીક સ્કૂલ, યમુનાનગર, દિલ્હીના એક મળી કુલ નંગ 90 બનાવટી સર્ટિફિકેટ અને માર્કશીટ મળી આવ્યા હતા.
પોલીસે સસ્થાનાં સંચાલક અમદાવાદનાં સિદ્ધિક શાહની ધરપકડ કરી હતી. પોલીસે ઓફીસમાંથી એક લેપટોપ કિંમત રૂ. 50 હજાર તેમજ બે મોબાઇલ ફોન કિંમત 45 હજાર મળી મળી કુલ 95 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નકલી માર્કશીટ સર્ટિફિકેટનાં 50 થી 60 હજાર ચુકવતો
આ પકડાયેલા આરોપી સિદ્ધિક શાહની પોલીસે પુછપરછ કરતા તે સ્ટુડન્ટ વિઝા પર વિદેશ જવા ઈચ્છુકોને બે લાખ રૂપિયા લઈ નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી આપતો હતો તેમજ આ માર્કશીટ અને સર્ટિફિકેટ તે અમદાવાદનાં ભાવિન પટેલ અને વડોદરાનાં મેહુલ રાજપુત પાસે બનાવડાવતો હતો અને તે પેટે તે નકલી માર્કશીટ સર્ટિફિકેટનાં 50 થી 60 હજાર ચુકવતો હતો.
આ નકલી માર્કશીટ સર્ટિફિકેટનાં આધારે તે વિદેશની યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવી વિઝા અપાવી લાખો રૂપિયા લઈને વિદેશ મોકલી આપતો હોવાનું જણાવ્યુ છે. જેથી પોલીસે આરોપીએ અત્યાર સુધીમાં કેટલા લોકોને વિદેશ મોકલ્યા સહિતના હકીકત જાણવા વધુ તપાસ હાથ ધરી છે.