Kashmir Special: કુપવાડા જેલમાં મોટી હોનારત, સિલિન્ડર વિસ્ફોટમાં 9 કેદી દાઝ્યાં
કુપવાડા-રિયાસીઃ જમ્મુ કાશ્મીરમાંથી આજે ત્રણ મોટા બનાવો બન્યા, જેમાં તાજેતરમાં કુપવાડા જેલમાં સિલિન્ડરના વિસ્ફોટમાં કેદીઓ દાઝ્યા છે. બીજી બાજુ રિયાસીમાં બસ પરના આતંકવાદી હુમલાના એક આરોપીની ધરપકડ કરવાની સાથે બારામુલામાં બે આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
કુપવાડા જેલમાં ગેસ સિલિન્ડરના વિસ્ફોટમાં નવેક કેદી ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે ઈજાગ્રસ્ત કેદીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેલના રસોડામાં રસોઈ બનાવતી વખતે અચાનક સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થયા પછી અનેક કેદીને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત કેદીઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. એના સિવાય બારામુલા જિલ્લાના હાદીપોરા ગામમાં સુરક્ષાદળના જવાનોની આતંકવાદીઓ સામેની કાર્યવાહીમાં બે આતંકીને ઠાર મારવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ‘જમ્મુ અને કાશ્મીર ટૂંક સમયનો દરજ્જો મળશે’ વડા પ્રધાનેમોદીએ શ્રીનગરથી જાહેરાત કરી
જમ્મુ કાશ્મીરના રિયાસી સેક્ટરમાં બસ પરના આતંકવાદી હુમલાના એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જમ્મુ કાશ્મીર પોલીસે આરોપી હકીમની ધરપકડ કરી છે. રિયાસીના આતંકવાદી હુમલામાં એક વ્યક્તિની ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવી છે. આ માસ્ટરમાઈન્ડ નથી, પરંતુ આ હુમલામાં તેને મોટી ભૂમિકા નિભાવી હતી.
આ પણ વાંચો: ‘કાશ્મીર ભારતનું અભિન્ન અંગ નથી…’, ‘આઝાદી કોન્ફરન્સ’માં અરુંધતી રોયના નિવેદન પર 14 વર્ષ પછી કેસ દાખલ થશે
આરોપી હકીમ દીન રાજૌરીનો રહેવાસી છે અને આતંકવાદીઓને મદદ કરવાનો આરોપ છે. નવમી જૂનના શિવ ખોડીમાં રિયાસી જિલ્લાના કટરા જઈ રહેલા પ્રવાસીઓની બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં નવ લોકોનાં મોત થયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓ જંગલમાં છુપાઈની બસ પર કાયરતાપૂર્વક હુમલો કર્યો હતો, જેમાં ડ્રાઈવર ગભરાઈ ગયો હતો, જેથી સંતુલન ગુમાવ્યું હતું. આતંકવાદીઓએ કરેલા ફાયરિંગને કારણે બસ ખાઈમાં પડી હતી.
17મી જૂને ગૃહ મંત્રાલયે આતંકવાદી હુમલામાં એનઆઈએને તપાસ કરવાની જવાબદારી સોંપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અમિત શાહની આગેવાની હેઠળની હેઠકમાં એનઆઈએને તપાસ કરવાની જવાબદારી સોંપી હતી. કાશ્મીરની સાથે જમ્મુમાંથી આતંકવાદીઓના સફાયા માટે આદેશ આપવામાં આવ્યા હતા.
જમ્મુ કાશ્મીરમાં પોલીસ પર હુમલાના સામેલ આતંકવાદીઓના સ્કેચ બનાવ્યા હતા અને 20 લાખ રુપિયાના ઈનામની જાહેરાત કરી હતી. આ હુમલામાં ત્રણ સહિત નવ લોકોનાં મોત થયા હતા અનેક લોકો ઘાયલ થયા હતા. મૃતકમાં ચાર લોકો રાજસ્થાનના મૂળ રહેવાસી હતા.