નેશનલ

મંચ પર PM Narendra Modiની આંગળી કેમ ચેક કરવા લાગ્યા Bihar’s CM Nitish Kumar…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ આજે બિહારના રાજગીર ખાતે નાલંદા યુનિવર્સિટીના નવા કોમ્પ્લેક્સ (Nalanda University Inauguration) કર્યું અને આ પ્રસંગે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર (Bihar Chief Minister Nitish Kumar) પણ તેમની સાથે ઉપસ્થિત હતા. પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં પીએમ મોદી નીતિશ કુમારની બાજુમાં બેઠા એ સમયે અચાનક જ નીતિશ કુમારે પીએમ મોદીનો હાથ પકડી લીધો અને તેમની આંગળી ચેક કરવા લાગ્યા હતા અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર નાલંદા યુનિવર્સિટીના નવા પરિસરના ઉદ્ઘાટન પ્રસંગે એક સાથે બેઠેલા જોવા મળે છે. આ બધા વચ્ચે અચાનક જ નીતિશ કુમાર પીએમ મોદીનો હાથ પકડે છે અને તેમની આંગળીઓ ચેક કરવા લાગે છે. ત્યાર બાદ નીતિશ કુમાર પોતાની આંગણી પણ ચેક કરવા લાગે છે. મળી રહેલી માહિતી પ્રમાણે નીતિશ કુમારે પીએમ મોદીની આંગણી પર મતદાન બાદ લગાવવામાં આવેલી ઈન્ક ચેક કરી રહ્યા હતા.


એટલું જ નહીં પણ આ પ્રસંગે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે મંચ પરથી એવી વાત કહી દીધી હતી કે જેને સાંભળીને વડા પ્રધાન મોદી પણ પોતાનું હસવાનું રોકી શક્યા નહોતો. સીએમ નીતિશ કુમારે કહ્યું હતું કે થોડાક દિવસ પહેલાં ખબર પડી તમે આવી રહ્યા છો ઉદ્ઘાટન કરવા માટે તો અમને બધાને ખૂબ જ ગમ્યું.

હસતાં હસતાં તેમણે આગળ એવું પણ કહ્યું હતું કે ત્રીજી વખત પણ તમે જ છો (કેન્દ્રમાં ત્રીજી વખત સરકાર બનાવવા મુદ્દે). પાછા તમે આવી રહ્યા છો એ જાણીને અમને ખૂબ જ આનંદ થયો. નીતિશ કુમારે જેવું પીએમ મોદી ત્રીજી વખતનો ઉલ્લેખ કર્યો ત્યારે પીએમ મોદી પોતાનું હસવાનું રોકી શક્યા નહોતા.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button