Maharaj ફિલ્મ પર સ્ટે યથાવત : હવે જજ ફિલ્મ જોઈને લેશે નિર્ણય
અમદાવાદ: આમિર ખાનના પુત્ર જૂનૈદ ખાનની નેટફલિકસ પર રજૂ થનારી ફિલ્મ મહારાજને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. ગઇકાલે કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ અઢી કલાકનો સમય પૂર્ણ થઈ જતાં તેની સુનાવણી આજે યોજાઇ હતી. જો કે કોર્ટે આજની સુનાવણીમાં પણ ફિલ્મ પરનો સ્ટે યથાવત રાખ્યો છે. જો કે હવે જજ ફિલ્મ જોઈને ચુકાદો આપશે.
મહારાજ ફિલ્મને લઈને હાલ વિવાદ જામ્યો છે. પૃષ્ટિમાર્ગીય સંપ્રદાયના અરજદારોએ ફિલ્મને રિલીઝ થતી અટકાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે અને તેને લઈને હાઇકોર્ટે ફિલ્મ પર સ્ટે લગાવવામાં આવ્યો છે. જેને લઈને આજે 18 જૂનના રોજ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હતી અને જેમાં બંને પક્ષોએ દલીલો કરી હતી, પરંતુ અઢી કલાકની મર્યાદા પૂર્ણ થઈ જતાં વધુ સુનાવણી આજે કરવામાં આવી હતી. જેમાં બંને પક્ષો કોર્ટ ફિલ્મ જોઈને નક્કી કરે તે બાબતે સંમત થયા હતા.
ફરિયાદીએ કહ્યું હતું કે અમને આ ફિલ્મ સાથે કોઈ જ અંગત સ્વાર્થ નથી અને નથી Netflix સાથે કોઈ વાંધો નથી. પરંતુ આ ફિલ્મ જે કેસ પર આધારિત છે તેનાથી આખા સંપ્રદાયની બદનામી છે. અમારે આ ફિલ્મ રજૂ થાય તેનાથી કોઈ જ નિસ્બત નથી કોઈ ધાર્મિક લાગણી દુભાઈ તેમ ન થવું જોઈએ.
જો કે આ મામલે યશરાજ ફિલ્મ વતી વકીલે દલીલ કરતા કહ્યું હતું કે આ ફિલ્મ પરથી સ્ટે દૂર થવો જોઈએ. પ્રોડ્યુસરે કોર્ટને ફિલ્મ જોઈને આ બાબતે નિર્ણય કરવાની માંગ કરી હતી. તેમણે કોર્ટને ફિલ્મ જોવા માટે લિન્ક અને પાસવર્ડ આપવાની તૈયારી દર્શાવી હતી. જો સુનાવણીમાં ઉપસ્થિત રહેલા એડિશનલ સોલિસિટર જનરલે પણ કોર્ટે આ ભલામણ કરી હતી. જો કે હાલ આ ફિલ્મ પર સ્ટે યથાવત રાખીને આગામી સુનાવણી 20 જૂનના રોજ થશે.
Also Read –