વાલીઓમાં અંગેજી માધ્યમની ઘેલછા એ આત્મહત્યાથી ઓછી નથી : NCERT વડા
નવી દિલ્હી: વાલીઓમાં અંગ્રેજી માધ્યમને લઈને એક ઘેલછા છે અને તેઓ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવા માંગે છે પરંતુ એનસીઆરટી વડા ડી.પી. સકલાનીએ (NCERT Chief D P Saklani) અંગ્રેજી માધ્યમ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ‘ આજે વાલીઓને અંગ્રેજી માધ્યમની શાળાઓ પ્રત્યે ભારે આકર્ષણ છે, તેઓ પોતાના બાળકોને એવી શાળાઓમાં જ ભણવામાં મોકલવાનું પસંદ કરે છે. પછી ભલે ત્યાં ભણાવતા શિક્ષકો પૂરતી લાયકાત જ ધરાવતા ન હોય. આ કારણના લિધે જ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં (NEP) માતૃભાષાના શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: NCERTમાંથી બાબરી ધ્વંસ અને ગુજરાતના રમખાણોના પ્રકરણ હટાવવા બાબતે ડાયરેક્ટરનું નિવેદન
NCERTના વડા ડી.પી. સકલાનીએ દુઃખ સાથે કહ્યું હતું કે માતા પિતામાં અંગ્રેજી માધ્યમની શાળાઓને લઈને જે આકર્ષણ કે ઘેલછા છે તે આત્મહત્યાથી જરા પણ ઓછી નથી. અંગ્રેજી વિષયવસ્તુને સતત ગોખણપટ્ટી ના કારણે બાળકોમાં રહેલા જ્ઞાનને નુકસાન થયું છે. બાળકો પોતાની સંસ્કૃતિ અને પોતાના મૂળથી ઘણા દૂર થયા છે.
આ બાબતે વધુ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આજના વાલીઓ પોતાના બાળકોને એવી શાળાઓમાં જ મોકલવાનું પસંદ કરે છે જ્યાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવામાં આવતો હોય પરંતુ પછી ભલે ત્યાં કોઈ પણ શિક્ષક યોગ્ય લાયકાત જ ધરાવતો જ ન હોય. આજ કારણના લીધે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષાના શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. જોકે આનો અર્થ એ નથી કે કોઈ એક જ ભાષામાં શિક્ષણ પૂરું કરી દેવામાં આવે પરંતુ કેટલીક અન્ય જરૂરી ભાષાઓ શીખવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: NCERTએ પાઠ્યપુસ્તકમાંથી ‘બાબરી મસ્જિદ’નું નામ હટાવ્યું, મહત્વના રાજકીય બનાવો પણ ગાયબ
એનસીઆરટીના વડાએ ઓરિસ્સામાં આદિવાસી ભાષાઓમાં પાઠ્યપુસ્તકો બનાવવાની શિક્ષણ મંત્રીની એક નવી પહેલનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓને તેની સ્થાનિક સંસ્કૃતિ અને આ પ્રકૃતિ આધારિત ચિત્રો, વાર્તાઓ અને ગીતોની મદદથી શિક્ષણ આપી શકાય છે. આથી વિદ્યાર્થીઓમાં બોલવાનું કૌશલ્ય, શીખવાનું પરિણામ અને જ્ઞાનાત્મક વિકાસના ઘણો સુધારો આવી શકે છે.