ભાજપનું તમામ સ્તરે ક્લેવર બદલાઈ જશે?
રાજકોટ: છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પક્ષ અનેક વિવાદોથી ઘેરાઈ અને બે ફૂટ પર જઈ રહ્યો છે. રાજકોટ એપી સેન્ટર બની રહ્યું છે. સર્વ પ્રથમ ક્ષત્રિય આંદોલન જેના શ્રી ગણેશ રાજકોટથી થયા. પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત વિધાન બાદ સમગ્ર ચૂંટણી દરમિયાન ભારતભરમાં તેના પડઘા પડ્યા.
અગ્નિકાંડ મુદ્દે સમગ્ર ભારતીય જનતા પક્ષ સામે પ્રશ્નાર્થ ઉભો થયો. કાટમાળ સાફ થવાથી માંડી અને હજુ સુધી કોઈ પદાધિકારીને પૂછપરછ માટે પણ બોલાવ્યા નથી તે વિવાદિત સાબિત થઈ રહ્યું છે.
આ પણ વાંચો: “એકબાજુ મૃતદેહો પરિવારને નહોતા મળ્યા ત્યારે રાજકોટ મનપાએ આવો ખેલ રચ્યો હતો….” અગ્નિકાંડને લઈને તુષાર ગોકાણીએ કર્યો ઘટસ્ફોટ
તેમાં પણ છેલ્લા બે વખતથી 2626 બેઠક જીતતું ભાજપ આ વખતે એક બેઠક ગુમાવી ચૂક્યું છે વળી ઉમેદવારોની લીડ પણ ઘટી છે તેનું તારણ એવું નીકળે છે કે લોકોને અસંતોષ ની લાગણી અનુભવાય છે.
અગ્નિકાંડ મુદ્દે વિપક્ષ રોજબરોજ હલ્લાબોલ કરી શાસક પક્ષને ઘેરે છે. 25 તારીખે અગ્નિકાંડમાં રોમાઈ ગયેલા નિર્દોષ બાળકો અને નાગરિકો ની પ્રથમ માસિક પુણ્યતિથિએ રાજકોટ બંધનું એલાન આપી વિપક્ષોએ ભાજપને બરાબર ઘેર્યો છે.
મુખ્યમંત્રીએ રાજકોટની શહેરની સંગઠનની સમિતિ ઉપરાંત ધારાસભ્યોને જ્યારે મુલાકાતે ગયા હતા ત્યારે ખૂબ જ ખખડાવ્યા હતા તેવા સમાચાર સુત્રો દ્વારા જાણવા મળ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોઈપણ મીડિયાથી ભાજપના પદાધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાગી રહ્યા છે. ઉપરથી કોઈપણ બાબતે પ્રતિભાવ આપવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે.
આ પણ વાંચો: ‘ક્યાંક કે ક્યાંક આપણી ભૂલ થાય છે’ રાજકોટ અગ્નિકાંડ મામલે મુખ્યમંત્રીએ ભૂલ સ્વીકારી
છેલ્લા થોડા સમયથી રાજકોટના ચૂંટાયેલા સાંસદ પુરુષોત્તમ રૂપાલા દરેક સરકારી ઓફિસોમાં તેની કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. જરૂર પડે સલાહ સુચન પણ આપી રહ્યા છે. તેમની બોડી લેંગ્વેજ એવું સૂચવે છે કે લાલિયા વાડી નહીં ચાલે કામ કરવું પડશે. શહેરના સંગઠનના નેતાઓ અંદરથી પકડી રહ્યા છે. કોર્પોરેશનમાં પણ આંતરિક ફેરફારો આવી રહેલા સમાચાર સુત્રો જણાવે છે.
રાજ્ય સરકારમાં રાજકોટ કોર્પોરેશનમાં તથા રાજકોટ શહેર સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરી અને લોકોનો વિશ્વાસ ફરી જીતવાનો પ્રયાસો થઈ રહ્યા હોય તેવું હાલની તમામ ગતિવિધિઓ ઉપરથી વિશ્લેષકો અનુમાન કરે છે.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડની જ્વાળા સરકારને વધારે દઝાડે તે પહેલા સૂચિત નવા નિયમો જાહેર
જોકે લોકોને તેનાથી કશો ફરક પડશે કે કેમ તે ખબર નથી. પરંતુ રાજકારણ એવી વસ્તુ છે કે સમય આવે ત્યારે સૌ પોતાનો દાવ લઈ લે છે. ચૂંટણી વખતે પણ શહેર સંગઠનમાં અમુક નેતાઓ સાથે રહી અને વિરોધ પક્ષને ફાયદો થાય તેવી પ્રવૃત્તિઓ કરતા જણાયા હતા તેવી જાણકારી પુરાવાઓ સાથે ઉપર સુધી પહોંચી હતી. હવે કેન્દ્ર લેવલે બધુ સેટ થઈ ગયું છે એટલે નીચેની સાફસુફી હાથ ધરાય તો નવાઈ નહીં.
હાલ તો તમામ પદાધિકારીઓ નેતાઓ પોતાની જાત બચાવવામાં પડ્યા હોય તેમ મૌન થઈ ગયા છે. પરંતુ આ મૌનના પડઘા પણ લોકોને સંભળાય છે.