Rahul Gandhiને જનનાયક ગણાવ્યા કૉંગ્રેસે, ઠેર ઠેર બેનર અને કાર્યકર્તાઓનો જમાવડો
નવી દિલ્હીઃ કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો આજે 54મો જન્મદિવસ છે. લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનના સારા દેખાવ બાદ રાહુલ ગાંધીની લોકપ્રિયતા વધી ગઈ છે. આજે તેમના જન્મદિવસે દિલ્હી સહિતના શહેરોમાં ઠેર ઠેર બનર લાગ્યા છે. કૉંગ્રેસે તેમને જનનાયક તરીકે લેખાવ્યા છે.
સવારથી જ કૉંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓનો મેળાવડો જામ્યો છે. કાર્યકર્તાઓ રાહુલની એક ઝલક જોવા ધક્કમુક્કી કરી રહ્યા છે ત્યારે રાહુલે બહેન પ્રિયંકા સાથે કાર્યાલયમાં એન્ટ્રી લીધી ત્યારે તેમના પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો.
આ પણ વાંચો…પ્રિયંકા ગાંધીએ Rahul Gandhi ને જન્મદિનની શુભેચ્છા પાઠવી, કહ્યું હંમેશા મિત્ર રહેજો
કૉંગ્રેસે ટ્વીટર હેન્ડલ પર રાહુલ માટે લખ્યું કે નફરત સામે પ્રેમને પસંદ કરવાનું શિખવાડનાર નેતાને જન્મદિવસની શુભકામના.
કૉંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધનનના આલાનેતાઓએ પણ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભકામના આપી.
19 June, 1970ના રોજ દિલ્હીની ફેમિલી હૉસ્પિટલમાં જન્મેલા રાહુલ ગાંધીનો આ જન્મદિવસ સ્પેશિયલ રહેશે, કારણ કે 2014 અને 2019 કરતા તેમની પાર્ટી કૉંગ્રેસ 2024ની લોકસભામાં સારો જનમત મેળવી શકી છે અને આમાં રાહુલ ગાંધીનો ફાળો મહત્વનો માનવામાં આવે છે. જોકે હજુ પક્ષ સત્તાથી ઘમો દૂર છે અને એકલા હાથે લડી શકે તેવી સ્થિતિમાં નથી, આથી રાહુલ ગાંધી સામે ઘણા પડકાર છે.