મનોરંજન

Aishwarya Rai Bachchanને જોઈને સાસુ Jaya Bachchanએ આપ્યું આવું રિએક્શન…

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Bollywood Actress Aishwarya Rai Bachchan) છેલ્લાં કેટલાય સમયથી પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં હે છે. અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથેના તેના લગ્નને 17 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ બંનેના ડિવોર્સની ચર્ચા તો અવારનવાર સાંભળવા મળે જ છે. જોકે, આ બાબતે હજી સુધી બચ્ચન પરિવાર (Bachchan Family) કે કપલ દ્વારા કોઈ પણ રિએક્શન આપ્યું નથી. આ સિવાય ઐશ્વર્યા અવારનવાર બચ્ચન પરિવાર સાથેના અણબનાવને લઈને પણ ચર્ચામાં રહે છે, અને તે બચ્ચન પરિવાર સાથે ખૂબ જ ઓછી જોવા મળે છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે જેમાં સાસુ-વહુ બંને સાથે જોવા મળી હતી. પરંતુ જયા બચ્ચન (Jaya Bachchan) અને ઐશ્વર્યા વચ્ચે કોલ્ડ વોર ચાલે છે એ વાત આ તસવીર જોઈને તરત જ સ્પષ્ટ થઈ જાય છે.

આ પણ વાંચો: ઐશ્વર્યા રાય આરાધ્યાની માતા નથી, આ શું બોલી ગયા જયા બચ્ચન?

વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં ઐશ્વર્યા અને જયા કારમાંથી ઉતરતી જોવા મળે છે અને બંને સાથે ચાલતી જોવા મળી રહી છે. જોકે, આ દરમિયાન જયાએ ગુસ્સામાં ઐશ્વર્યાને કંઈક કહ્યું એ ફેન્સની ચકોર નજરે પકડી પાડ્યું હતું. એટલું જ નહીં પણ કંઈક કહ્યા બાદ જયા ઐશ્વર્યાને ગુસ્સામાં ઘૂરતી પણ જોવા મળી હતી અને ઐશ્વર્યાએ સાસુના આ વર્તનને ઈગ્નોર કરતી દેખાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હોવાની વાતો સામે આવી રહી છે. આ સિવાય ઐશ્વર્યા રાય પણ અનેક પાર્ટીમાં બચ્ચન પરિવાર સાથે જોવા નથી મળતી અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) મોટા ભાગે દીકરી આરાધ્યા બચ્ચન (Aradhya Bachchan) સાથે સ્પોટ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button