સ્પોર્ટસ

ઑલિમ્પિક્સ પહેલાં જ ભારતનો સુપરસ્ટાર ઍથ્લીટ જીત્યો ગોલ્ડ, રચ્યો ઇતિહાસ

ટૂરકુ: યુરોપના ફિનલેન્ડમાં ભારતના ઓલિમ્પિક્સ અને વર્લ્ડ ચેમ્પિયન ઍથ્લીટ નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિક્સના મહિના પહેલાં જ તરખાટ મચાવ્યો છે.

ભાલા ફેંકની રમતના લેજન્ડ નીરજે ફિનલેન્ડમાં પાવો નૂર્મી નામની પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં ભાલો સૌથી વધુ 85.97 મીટર દૂર ફેંકીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો અને ભારત માટે નવો ઇતિહાસ રચ્યો હતો. તેણે ત્રીજા જ પ્રયાસમાં આ સફળતા મેળવી હતી. ફિનલેન્ડનો ટોની કેરાનેન (84.19 મીટર) સિલ્વર મેડલ અને ઓલિવર હેલન્ડર (83.96 મીટર) બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ ઇવેન્ટ ફિનલેન્ડમાં ટૂરકુ ખાતેના પાવો નૂર્મી સ્ટેડિયમમાં મંગળવારે યોજાઈ હતી. પેરિસ ઓલિમ્પિક્સ પહેલાં ડિફેન્ડિંગ ચેમ્પિયન નીરજ ફુલ ફોર્મમાં છે અને આ તેની સીઝનની ત્રીજી ઈવેન્ટ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button