આપણું ગુજરાત

Gujarat સરકારના મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી, હોસ્પિટલમાં સારવાર માટે દાખલ

અમદાવાદ : ગુજરાતના(Gujarat)સરકારના મંત્રી ભીખુસિંહ પરમારની ગાંધીનગરના નિવાસ સ્થાને અચાનક બ્લડ પ્રેશર વધતા બેચેની અનુભવાતી હતી. તેમની તબિયત લથડતા તાત્કાલિક અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના રાજ્યકક્ષાના મંત્રીના અલગ અલગ રિપોર્ટ કર્યા બાદ આગળની સારવાર આપવામાં આવશે.

તેમની ઉંમર 70 વર્ષની

ગુજરાતના સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર સવારે ગાંધીનગરના નિવાસ સ્થાને ચા -નાસ્તો કરી રહ્યા હતા. ત્યારે અચાનક બેચેની વધતા માલુમ પડ્યું કે તેમનું બ્લડ પ્રેશર વધ્યું છે. જેના પગલે સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની ઉંમર 70 વર્ષની છે. તેવો હાલ રાજ્ય કક્ષાના મંત્રી અને અન્ન નાગરિક પુરવાઠા વિભાગની જવાબદારી નિભાવી રહ્યા છે.

ધારાસભ્ય બનવા માટે 27 વર્ષનો સંધર્ષ

ઉલ્લેખનીય છે કે, રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહની પરમારની સરપંચથી શરૂ થયેલી રાજકીય સફર રાજકક્ષાના મંત્રી સુધી પહોંચી છે. ભીખુસિહ પરમાર પાંચ વાર વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતાં. વર્ષ 1995માં પ્રથમવાર મોડાસા સીટ પરથી ચૂંટણી લડ્યાં હતાં. 2002માં તેઓ અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતાં.

પ્રથમવાર ધારાસભ્ય બન્યા

વર્ષ 2007માં બસપામાંથી મોડાસા સીટ પર ચૂંટણી લડ્યાં હતાં અને હાર થઇ હતી. 2017માં ભાજપમાંથી મોડાસા સીટ પરથી ચૂંટણી લડ્યાં પણ 1640 વોટના અંતરથી હાર થઇ હતી. 2022માં ભાજપે ફરી ટિકિટ ફાળવી અને ભીખુસિંહ પરમાર મોડાસા સીટ પર વિજેતા બન્યા છે. પ્રથમવાર ધારાસભ્ય બન્યા અને ભુપેન્દ્ર પટેલના કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રીઓમાં સ્થાન મળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button