મહારાષ્ટ્ર

આગામી ત્રણ દિવસ રાજ્યમાં મુશળધાર વરસાદ, મુંબઈ-પુણે સહિત 14 જિલ્લામાં યલો એલર્ટ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં જોરશોરથી ગણેશોત્સવની ઊજવણી કરવામાં આવી રહી છે. પરંતુ એની સાથે સાથે વરસાદનું જોખમ વધી ગયું છે. આઈએમડી દ્વારા આગામી ચાર-પાંચ દિવસમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ઓછા દબાણનો પટ્ટો તૈયાર થતાં મહારાષ્ટ્રમાં વરસાદ માટે અનુકૂળ માહબોલ બની રહ્યો છે આને કારણે અનેક જિલ્લાઓમાં તોફાન અને ભાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતા દ્વારા ગુરુવારે અનેક જિલ્લા માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં મુંબઈ, કોંકણ, થાણે, નાસિક, જળગાંવ, ધૂળે, અહેમદનગર અને પુણેનો સમાવેશ થાય છે. મુંબઈના હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુરુવારે રાયગઢ, રત્નાગિરી, સિંધૂદૂર્ગ, બુલઢાણા, અમરાવતી, અકોલા. વાશિમ, યવતમાળ, વર્ધા, ચંદ્રપુર, ગઢચિરોલી, ભંડારા, નાગપુર જિલ્લામાં વરસાદ માટે યેલો એલર્ટ જાહેરપ કરવામાં આવ્યું છે.

છેલ્લાં બે-ત્રણ દિવસની વાત કરીએ મુંબઈ, કોંકણ, થાણે, નાસિક, જળગાંવ, ધૂળે, અહેમદનગર, અને પુણે જિલ્લામાં હળવો વરસાદ પડ્યો છે અને એની સાથે સાથે જ રત્નાગિરી, સાતારા, સંભાજીનગર, નાગપુર, ગઢચિરૌલી, ભંડારા, જાલના, નાંદેડ અને સિંધુદૂર્ગ જિલ્લામાં પણ છુટો છવાયો વરસાસ જોવા મળ્યો હતો. હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવેલા અનુમાન અનુસાર આગામી કેટલાક દિવસ સુધી મોન્સુન એક્ટિવ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button