જૈન મરણ
વાગડ વિ.ઓ.જૈન
ગામ લાકડીયાના ડાયાલાલ ગડા (ઉં. વ. ૮૯) શનિવાર ૧૫-૬-૨૪ના અરિહંતશરણ થયેલ છે. સ્વ. નાગલબેન વીરજી ગડા (ગેલાણી)ના પુત્ર. સ્વ. શાંતાબેનના પતિ. મણીબેન, શીવજી, રસીલા, ગુણવંતી, રાજેશના પિતાશ્રી. સ્વ. પ્રેમજી, લીલાવંતી, નીરંજન, હસમુખ, કલ્પનાના સસરા. પ્રતિક, પાયલ, સ્વીટી, જેમીલ, નૈતિકના દાદા. લાકડિયાના સ્વ. પુનઈબેન અવચર પબા ગાલાના જમાઈ. પ્રાર્થનાસભા ૧૯-૬-૨૪ બુધવારના ૧૦ થી ૧૧.૩૦ સ્થળ યોગી સભાગૃહ, દાદર-ઈસ્ટ.
વિશા ઓસવાલ જૈન
જામનગર નિવાસી હાલ મરીન ડ્રાઈવ સરલાબેન, તે મહેન્દ્રભાઈ પ્રભુલાલ ઝવેરીના પત્ની. શ્રેણીકભાઈ તથા મિનળ મીલનભાઈ બાવીશીના માતા. રાજુલબેનના સાસુ. કૃતિ, અંશ મનન પૂનમ તથા ઈશાના દાદી. ભવાનદાસ પટેલના પુત્રી ૧૭-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા સાદડી રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
સુદામડા નિવાસી હાલ વિલેપાર્લે સ્વ. ધીમંતભાઇ તુરખીયાના ધર્મપત્ની સરોજબેન (ઉં. વ. ૮૫) તે સોનલ કેતન, સેજલ ધર્મેશ, સ્મિતા શૈલષ શાહ, ડિમ્પલ સંજય સાગરના માતુશ્રી. માનવ, ધ્રુવ, પૃથ્વી, જેસલ મધુ, જેસીકા સૌમીલ, સ્વરા, રાજવર્ધન, જીયા, સાયરાના ગ્રાન્ડમધર. સ્વ. વસંતબેન મનહરલાલ, સ્વ. હંસાબેન પ્રફુલભાઇ, વીણાબેન ગીરીશભાઇ, રેખાબેન અનિલભાઇ, વર્ષાબેન રમેશભાઇ, સ્વ. પ્રેમીલાબેન જયંતિલાલ, સુધાબેન હસમુખભાઇના ભાભી. પિયરપક્ષે વીંછીયા અજમેરા ઉષાબેન સુધીરભાઇ, નીલાબેન મહેશભાઇ, સોનલબેન કીરીટભાઇ, સંગીતાબેન અનીલભાઇ, ચંદ્રિકાબેન પ્રફુલભાઇ, પારૂલબેન પ્રફુલભાઇ, વર્ષાબેન જોગેશભાઇના બેન. દેહપરિવર્તન તા. ૧૭-૬-૨૪ના થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડ શ્ર્વે. મૂર્તિ. જૈન
ચોટીલા નિવાસી, હાલ ગોરેગાવ સુનિતા મુકેશ નાનાલાલ શેઠના પુત્ર ભૂષણ શેઠ (ઉં. વ. ૨૪) તે ૧૬-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મહેન્દ્રભાઈ, હસુભાઈ, સ્વ. કિરણભાઈ, ઇલાબેન ભુપેન્દ્રકુમાર, અનુપમાબેન કૈલાશકુમાર તથા અંજનાબેન બિપીનકુમારના ભત્રીજા. સુનિલ કૃષ્ણા નારાયણ ઘાડીગાંવકરના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભોજાયના લાલજી ભાણજી મારૂ (ઉં. વ. ૯૨) તા. ૧૬/૬ના અવસાન પામેલ છે. રતનબેન ભાણજી દેવજીના સુપુત્ર. સોનબાઇના પતિ. પ્રેમીલા, દિનેશ, સરોજના પિતાશ્રી. ઉનડોઠ ભચીબાઇ કલ્યાણજી દેવજીના જમાઇ. ખીમજી, કોટડા પાનબાઇ કોરશીના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. નિ. દિનેશ મારૂ, એ ૨૦૧, શીવ ભવાની, લીંક રોડ, આનંદ નગર, દહિંસર (ઇસ્ટ).
ડોણના પંકજ કલ્યાણજી પ્રેમજી છેડા (ઉં. વ. ૬૪) તા. ૧૭-૦૬-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી જેઠીબેન કલ્યાણજીના પુત્ર. ભાવનાબેનના પતિ. નીલમ, દિશા, પૂજાના પિતા. સ્વ. કાંતિલાલ, કેતન, રાજેશના ભાઇ. ઉધવાના શાંતાબેન ભગવાનભાઇ પટેલના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અમદ. નીલમ વિનોદ શાહ, ફ્લેટ નંબર ૧૧, બી-વિંગ, સાકેત, પહેલો માળ, પ્લોટ નંબર ૧૬૫, યુનિયન બેંક લેન, ગારોડિયા સ્કૂલ પાછળ, ગારોડિયા નગર, ઘાટકોપર પૂર્વ.
કુંદરોડીના જયંતભાઈ છેડા (ઉં. વ. ૮૦) તા. ૧૭-૬-૨૪ના અવસાન પામેલ છે. કુંવરબાઈ જેવત ચનાના પુત્ર. અમૃતબેનના પતિ. ચેતન, આશાના પિતા. નવિન, મુલચંદ, શાંતિલાલ, શાંતાબેન, લતાબેનના ભાઈ. કપાયાના રતનબેન દામજી ભેદાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ત્વચાદાન કરેલ છે. ફોન/મેસેજ આવકાર્ય. નિ. ચેતન છેડા, ૨૦૦૪, નીલકંઠ હાઇટ્સ, દેવીદયાલ રોડ, મુલુંડ (વે).
પ્રાગપર હાલે કલ્યાણ રામજી લાલજી પાસુ ગાલા (ઉં. વ. ૬૧) તા. ૧૬-૦૬-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. શારદાબેન લાલજીના સુપુત્ર. સ્વ. મીનાબેન અને સોનલબેનના પતિ. પૂનમ, રોહન, અક્ષયના પિતા. અમલસાડના સ્વ. મધુબેન શંકરલાલ પટેલના જમાઇ. સ્વ. રતનબેન, સ્વ. રાજુબેન, દીપક, મહેશના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. રહેઠાણ : સોનલ રામજી ગાલા – ૪૦૧, ઓમ ત્રયંબકેશ્ર્વર અપાર્ટમેન્ટ, તેલવણે હોસ્પિટલની સામે, આગ્રા રોડ, કલ્યાણ (વેસ્ટ).
દેશલપુર કંઠીના માતુશ્રી ચંચલબેન લાલજી શાહ (વીરા) (ઉં. વ. ૯૨) તા. ૧૬- ૬-૨૪ ના અવસાન પામેલ છે. વેજબાઇ હીરજીના પુત્રવધૂ. સ્વ. લાલજીના ધર્મપત્ની. મહેશ, ઉમેશ, હર્ષાના માતુશ્રી. નાના ભાડીયા વેજબાઇ રવજી પરમારના સુપુત્રી. ડો. રામજી, નાનજી, પ્રેમજી, નેમજી, પાનબાઇના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ઉમેશ વીરા, ૪૦૧, નિલકંઠ સદન, હીંગવાલા લેન, ઘાટકોપર (ઈ).