મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ પાથરી હાલ મુંબઈ મલાડના સ્વ. રવજીભાઈ હરિભાઈ પટેલના પત્ની જશુબેન (ઉં. વ. ૭૯) તે જ્યોત્સ્ના, રાજેશ, અનિલના માતુશ્રી. સ્વ. બિપીનકુમાર, લક્ષ્મીબેન, સોનલબેનના સાસુમા. શ્ર્વેતા, કિંજલના દાદી. તે વિનીતના નાની. ૧૪-૬-૨૪ના રોજ દેવલોક પામ્યા છે. તેમનું બેસણું ગુરુવાર ૨૦-૬-૨૪ના રોજ બપોરે ૨ થી ૫ નિવાસસ્થાને રાખવામાં આવેલ છે. પુષ્પાણી: મંગળવાર ૨૫-૬-૨૪ના રોજ બપોરે ૩ થી ૫ વાગ્યે રાખવામાં આવેલ છે. નિવાસસ્થાન: ૧૭૦૧, એફ રેસિડેન્સી, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા, રાહેજા કૉમ્પ્લેક્સ, મલાડ (પૂર્વ).

કચ્છી લોહાણા
સ્વર્ગીય નારણજી મગન ચંદન કચ્છ ગામ રવાપર હાલે મુલુંડ નિવાસીના પુત્ર વિશનજીભાઈ (ઉં. વ. ૯૧) ૧૭-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. વિમળાબેનના પતિ. તે બચીબાઈ પેરાજ ધારશી આઈયાં કચ્છ ગામ લાખણીયાવાળાના જમાઈ. નરેન્દ્ર, ભરત, સ્વ. નિતીન, સ્વ. રાજેશ, જોસના બીપીન પૂજાણીના પિતા. તે સંધ્યા, મનીષાના સસરાજી. તે સ્વ. વેલજીભાઈ, સ્વ. શંકરભાઈ, સ્વ. ગોવિંદજીભાઈના ભાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૧૯-૬-૨૪ બુધવાર ૫ થી ૭ કચ્છી લોહાણા મહાજન વાડી, ૧ માળે, પાવાણી હોલ, રામ રતન ત્રિવેદી રોડમાં રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ
કેરીયાચડવાળા સ્વ. કમળાબેન તથા સ્વ. પરમાનંદદાસ કાળીદાસ મહેતાના પુત્ર ઈશ્ર્વરલાલ (ઉં. વ. ૯૨) તે સ્વ. મધુકાન્તાના પતિ. કમલેશ-બિનીતા, રાકેશ-સીમા, જયોતિ-કિર્તીકુમાર, પ્રીતિ-યોગેશના પિતા. સ્વ. હિંમતભાઈ -સ્વ. ભાનુબેન, સ્વ. હર્ષદરાય-શાંતુબેન, સ્વ. ગુલાબબેન-સ્વ. રતિલાલ, હીરાલક્ષ્મી-સ્વ. જશવંતરાયના ભાઈ. અમરેલીવાળા સ્વ. પ્રાણકુંવરબેન-સ્વ. છગનલાલ ત્રિભોવનદાસ પારેખના જમાઈ મંગળવાર ૧૮-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
સ્વ. મગનલાલ તેજપાલ દૈયા (ગામ દુધઇ) હાલે મુલુંડ ધર્મપત્ની પુષ્પાબેન (ઉં. વ. ૯૦) મંગળવાર તા. ૧૮-૬-૨૪ના રામશરણ પામેલ છે. તે ધીરેન, ભાવના, શૈલેષના માતુશ્રી. તે અનિતા, કલ્પના અને પ્રવીણભાઇના સાસુ. તે કરસનદાસ, ચતુર્ભુજ, લક્ષ્મીદાસ, ભગવાનદાસ, બચુબેન, શાંતાબેન, રાધાબેન, નાનુબેનના ભાભી. ગં. સ્વ. ઇન્દુમતી વીરજી જાદવજી કોટક કચ્છ ગામ ચિત્રોડના જયેષ્ઠ પુત્રી. તે સ્વ. નિર્મલા, નિરંજન, સ્વ. વસંત, સ્વ. જયંત, સ્વ. યશવંત, સ્વ. બાબો, ગં. સ્વ. મીનાક્ષી હરીશ ગણાત્રા, ગં. સ્વ. હેમલતા રમેશ સોમૈયા, મૃદુલા ભૂપેન્દ્ર દૈયા (ઠક્કર) ગં. સ્વ. રશ્મી લાલભાઇ (જેઠાલાલ) સેજપાલ, સ્વ. રોહિત સ્વ. બેબીના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે, બન્ને પક્ષની પ્રાર્થનાસભા રાખેલ નથી.

વિશા સોરઠિયા વણિક
બાલાગામવાળા હાલ વિરાર ગં સ્વ. હંસાબેન પારેખ (ઉં. વ. ૭૮) ૧૫-૬-૨૪ શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ.વલ્લભભાઈ જમનાદાસના પત્ની. જિતેન્દ્રના માતુશ્રી. રેખાના સાસુ. સ્વ. ગોરધનદાસ હરિદાસના પુત્રી. અશોકના બહેન. ગં સ્વ.વિજયાબેન ચીમનભાઈના જેઠાણી. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

ગુર્જર સુથાર
ધરમપુર નિવાસી હાલ કલ્યાણના સ્વ.હરીશભાઈ વીરજીભાઈ સિતાપરાના ધર્મપત્ની ગંગા સ્વરૂપ ઉમાબેન (ઉં. વ. ૭૯) તા. ૧૭-૬-૨૪ના રામશરણ પામ્યા છે. હિતેનભાઈ તથા ડૉ.મિતાબહેનના માતૃશ્રી. ડૉ.આનંદ પ્રધાનના સાસુ. ડૉ.અસીમ પ્રધાનના નાનીમા. અ.સૌ.પારૂલબેન અને વિનોદભાઈ તથા અ. સૌ. બીનાબેન અને દીપકભાઈના ભાભી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસ – ૨, લક્ષ્મીવિષ્ણુ સોસાયટી., અહલ્યાબાઈ ચોક. કલ્યાણ (પશ્ર્ચિમ)

હાલાઈ લોહાણા
મુળગામ જામખંભાળીયા હાલ થાણા નિવાસી કુમુદબેન હરિદાસ (મનુભાઈ) ઠક્કર (ઉં. વ. ૭૬) તે સ્વ. હરિદાસ (મનુભાઈ)ના પત્ની. તે સ્વ. ધરમશી જાદવજી ઠક્કર (બાળદિયા)ના પુત્રવધૂ. તે ઈલાબેન, ચેતન, રૂપેશનાં માતુશ્રી. નરેન્દ્રભાઈ પરમાર અને નિતાનાં સાસુ. તે આર્યનના દાદી. ભવ્ય, મૈત્રીના નાની. પ્રાણજીવન (નાનુભાઈ) રણછોડદાસ રૂઘાણીના પુત્રી સોમવાર તા. ૧૭-૬-૨૪નાં શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. તેમજ લૌકિક વ્યવહાર બંધ છે.

વૈષ્ણવ વણિક
કલોલ નિવાસી હાલ મુંબઈ સુર્યકાન્ત જેઠાલાલ ગાંધી (ઉં. વ. ૮૬) સોમવાર તા.૧૭-૬-૨૪ના દેવલોક પામ્યા છે. તે સ્વ. શકુંતલાબેનના પતિ. તે હેતલના પિતા તે ધૈર્ય અને ક્રીશના નાના. તે સ્વ. યશવંત ગાંધી, સ્વ. અશોક ગાંધી, અને કિર્તીકુમારના ભાઈ. તે પરેશ નથવાણીના સસરા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

બહ્મક્ષત્રિય દિવેચા
ગં. સ્વ. મીનાબેન હરીશભાઈ દિવેચા (ઉં. વ. ૭૩) તે સોમવાર તા. ૧૭-૬-૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. માધવસુંદરી ઈશ્ર્વરલાલ દિવેચાના પુત્રવધૂ. પ્રશાંત, નિલેશ, મનીષા, અરૂણ, પારૂલના માતુશ્રી. ધર્મિષ્ઠા, ડિમ્પલ, ઉમેશકુમાર, પ્રજ્ઞેશકુમારના સાસુ. ઈશા, દિવ્ય, આયુષી, સૌમ્ય, યશ તથા ક્રિશાના દાદી/નાની. તેમની પ્રાર્થનાસભા તા. ૧૯-૬-૨૪ના રોજ ૫ થી ૭ કલાકે રાજસ્થાન હોલ, પહેલે માળે, ૬૦ફિટ રોડ, નવરંગ હોટલની બાજુમાં, ભાયંદર વેસ્ટમાં. રાખેલ છે.

લોહાણા
મૂળ ગારીયાધાર, ત્યારબાદ બેંગ્લોર હાલ કલ્યાણ પ્રાણલાલ નંદલાલ સેદાણી (ઉં. વ. ૯૧) રવિવાર તા. ૧૬-૬-૨૪ના શ્રીજી ચરણ પામેલ છે. તે સ્વ. જીવતિબેન નંદલાલ સેદાણીના પુત્ર. દેવળાવાળા સ્વ. વનમાળીદાસ વલ્લભજી રૂપારેલીયાના જમાઈ. ઇન્દુબેનના પતિ. હિતેશ, છાયા, મીરા તથા દીનાના પિતાશ્રી. મીનાબેન, વિજયભાઈ ખખ્ખર, અજયભાઈ પોપટ તથા ભરતભાઇ કારિયાના સસરા. જયાબેન છગ, ઘનશ્યામભાઈ, વિનોદભાઈ, મધુબેન જેરાજાણી, કોકિલાબેન ગણાત્રા, ધીરજબેન દત્તાણી તથા જયેશભાઈના મોટાભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગ્યારસે બ્રાહ્મણ
સિહોર નિવાસી હાલ મુબંઈ ધીરેનભાઈ દેવેન્દ્રભાઈ પંડયા (ઉં. વ. ૫૬) તા. ૧૮-૬-૨૪ ને મંગળવારના સ્વર્ગવાસી થયેલ છે. જે ગં.સ્વ. ચંપાબેન દેવેન્દ્રભાઈ પંડ્યાના પુત્ર. જયશ્રી પંડ્યાના પતિ. હિનાબેન કિશોરભાઈ બધેકા અને સમીર દેવેન્દ્ર પંડ્યા, સંજય અને રાજીવ હસમુખ પંડ્યાના ભાઈ. ખુશ્બુ, અભિષેકના પિતા. અર્ચના સમીર પંડ્યાના જેઠ. ગં.સ્વ. રસિલાબેન શશિકાંત જોષીના જમાઇ. લૌકિક ક્રિયા બંધ છે.

બ્રહ્મક્ષત્રિય
મહેશ દિનકરરાય દેસાઈનું જોગેશ્ર્વરી તા.૧૭-૬-૨૪ને સોમવારનાં અવસાન થયું છે. (લૌકિક ક્રિયા રાખેલ નથી.) વત્સલા મહેશ દેસાઈ, મીરા પી. દેસાઈ, અશોક નીલિમા, જૈમિન જેસલ, નિલેશ દીપા, હર્ષાયુ, હાર્દિ દિવ્ય, વિશ્રુત.

ચૌદ ગામ વિશા પોરવાડ
સિદ્ધપુર નિવાસી હાલ અંધેરી અ.સૌ. પુષ્પાબેન, તે ચંપકલાલ દોલતરાય મહેતાના ધર્મપત્ની તા. ૧૮-૬-૨૪ના મંગળવારના અરિહંતશરણ થયેલ છે. તે અલકા, સોનલના માતુશ્રી. રાજનકુમાર, રાકેશકુમાર સાસુ. અંકિત, રુચિ, રોહનના નાની. કાલિદાસભાઈ, મણિભાઈ, કાન્તિભાઈ, બાબુભાઈ, હીરાબેન, તારાબેન ભાભી. ચીમનલાલ ત્રિભુવનદાસની દીકરી. (મહેરવાડાવાળા) લૌકિક વ્યવહાર રાખેલ નથી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત