નેશનલ

Supreme Court તેના એક ખાસ ઉપક્રમને લઈને આ તારીખે યોજશે લોક અદાલત

નવી દિલ્હી: ભારતની સર્વોચ્ચ અદાલત (Supreme Court Of India) એટલે સુપ્રીમ કોર્ટ તેની સ્થાપનાના 75મા વર્ષમાં વિશેષ લોક અદાલતનું આયોજન કરી રહી છે. આ સમયગાળા દરમિયાન જાહેર હિત સાથે સંકળાયેલા કેસોની ઝડપથી સુનાવણી કરવામાં આવશે. 29 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. આ લોક અદાલતનો લાભ સામાન્ય લોકો મેળવી શકશે. તો ચાલો જાણીએ લોક અદાલતને લગતી સંપૂર્ણ માહિતી.

સુપ્રીમ કોર્ટ તેની સ્થાપનાના 75મા વર્ષના ઉપક્રમે વિશેષ લોક અદાલતનું આયોજન કરવા જઈ રહી છે. આ સમયગાળા દરમિયાન સુપ્રીમ કોર્ટ 29 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી વિશેષ લોક અદાલતનું આયોજન કરશે, જેથી જાહેર હિત સાથે સંકળાયેલા યોગ્ય કેસોનું સૌહાર્દપૂર્ણ નિરાકરણ આવે તે માટે પેન્ડિંગ કેસોની ઝડપથી સુનાવણી કરવામાં આવશે. 29 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે.

આ પણ વાંચો : Delhi Water Crisis: દિલ્હીના VIP વિસ્તારોમાં પણ હવે એક જ સમયે પાણી મળશે, ભાજપ-આપ આમનેસામને

આ બાબતે સુપ્રીમ કોર્ટે તેની પ્રેસ રિલિઝમાં જણાવ્યું હતું કે “લોક અદાલતો આ દેશની ન્યાયિક પ્રણાલીનો એક અભિન્ન ભાગ છે, જે વિવાદોના વૈકલ્પિક નિરાકરણને ઝડપી બનાવવા અને સૌહાર્દપૂર્ણ નિરાકરણને પ્રોત્સાહિત કરવાના સાધન તરીકે પ્રોત્સાહન આપે છે.”

સર્વોચ્ચ કોર્ટે તેમના નિવેદનમાં વધુ જણાવ્યું છે કે આગામી લોક અદાલતનું આયોજન સમાજના તમામ વર્ગોને સુલભ અને કાર્યક્ષમ ન્યાય પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતા સાથે સંકળાયેલ છે. લોક અદાલત એવા પડતર કેસોની સુનાવણી કરશે કે જે સુપ્રીમ કોર્ટની સામે પેન્ડિંગ પડ્યા છે. જેથી તેનો ઝડપી નિકાલ કરી શકાય. આવા કેસોમાં વૈવાહિક અને મિલકતને લગતા વિવાદો, વાહન અને અકસ્માતના દાવા, જમીન સંપાદન, વળતર, સેવા અને શ્રમ જેવી બાબતોનો સમાવેશ થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે