શેરબજારનું માર્કેટ કેપ રૂ. ૨.૩૬ લાખ કરોડ વધીને રૂ. ૪૩૭ લાખ કરોડની નવી ઊંચી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજાર ફરી નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. શેરબજારનું માર્કેટ કેપ રૂ. ૨.૩૬ લાખ કરોડ વધીને રૂ. ૪૩૭ લાખ કરોડની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. સેન્સેક્સ ગત શુક્રવારના ૭૬,૯૯૨.૭૭ના બંધથી ૩૦૮.૩૭ પોઈન્ટ્સ (૦.૪૦ ટકા) વધ્યો હતો. આજે સેન્સેક્સ સતત ચોથા દિવસે વધ્યો હતો એ સાથે માર્કેટ કેપ રૂ.૨.૩૬ લાખ કરોડ વધીને રૂ.૪૩૭.૨૪ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ૭૭,૨૩૫.૩૧ ખૂલીને ઉપરમાં ૭૭,૩૬૬.૭૭ સુધી અને નીચામાં૭૭,૦૭૧.૪૪ સુધી જઈને અંતે ૭૭,૩૦૧.૧૪ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સની ૨૨ સ્ક્રિપ્સ વધી હતી અને ૮ સ્ક્રિપ્સ ઘટી હતી. એક્સચેન્જમાં ૪,૧૫૦ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૨,૧૬૭ સ્ટોક્સ વધ્યા હતા, ૧,૮૩૬ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૪૭ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા.બધા બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસ વધ્યા હતા, જેમાં મુખ્યત્વે બીએસઈ મિડકેપ ૦.૪૩ ટકા, સ્મોલકેપ ૦.૯૬ ટકા અને બીએસઈ ઓલકેપ ૦.૫૨ ટકા વધ્યા હતા. બીએસઈ સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૩૯ ટકા અને બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૪૬ ટકા વધ્યા હતા.
આ પણ વાંચો: બંને બેન્ચમાર્ક નવા સર્વોચ્ચ શિખરે: માર્કેટ કેપ ₹ ૩.૨૧ લાખ કરોડ વધીને નવા વિક્રમી સ્તરે પહોંચ્યું
સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૧.૫૪ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૮૪ ટકા વધ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં બીએસઈ રિયલ્ટી ૨.૧૧ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૨૭ ટકા, યુટિલિટીઝ ૧.૦૫ ટકા ટેલિકોમ્યુનિકેશન ૧ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૦.૯ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૮૩ ટકા બેન્કેક્સ ૦.૮૩ ટકા, સર્વિસીસ અને ફાઈનાન્સિયલ સર્વિસીસ ૦.૭૩ ટકા પાવર ૦.૭૧ ટકા, આઈટી ૦.૫૭ ટકા, ટેક ૦.૩૮ ટકા અને કોમોડિટીઝ તેમ જ એનર્જી ૦.૦૭ ટકા વધ્યા હતા, જ્યારે હેલ્થકેર ૦.૪૬ ટકા, મેટલ ૦.૨૧ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૦૮ ટકા અને એફએમસીજી ૦.૦૭ ટકા ઘટ્યા હતા.
સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ સ્ક્રિપ્સમાંની મુખ્યત્વે પાવર ગ્રીડ ૩.૧૭ ટકા, વિપ્રો ૩.૦૪ ટકા, ટાઈટન ૧.૭૪ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૫૬ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૧૪ ટકા, એક્સિસ બેન્ક ૦.૮૬ ટકા, એચડીએફસી બેન્ક ૦.૭૧ ટકા અને ઈન્ફોસિસ ૦.૬૧ ટકા વધ્યા હતા, જ્યારે મારુતિ ૨.૧૪ ટકા, તાતા સ્ટીલ ૧.૦૪ ટકા, અલ્ટ્રા સિમેન્ટ ૦.૯૬ ટકા, તાતા મોટર્સ ૦.૭૮ ટકા, આઈટીસી ૦.૫૩ ટકા, તાતા ક્ધસલ્ટન્સી ૦.૪૫ બજાજ ફાઈનાન્સ ૦.૧૩ ટકા અને એશિયલ પેઈન્ટ્સ ૦.૦૧ ટકા ઘટ્યા હતા.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શુક્રવારે ઈન્ડેક્સ ફ્યુચરમાં કુલ રૂ. ૨૦.૨૪ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૨૩૨ સોદામાં ૨૬૧ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર અને ઈક્વિટી ફ્યુચર મળીને કુલ ૯૦,૩૪,૩૧૩ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૧,૦૯,૫૩૦.૨૮ કરોડનું રહ્યું હતું.