ગાંધીનગરને મળ્યા મહિલા મેયરઃ મીરા પટેલની વરણી
ગાંધીનગરઃ શહેર મનપાના નવા મેયર તરીકે મીરા પટેલની વરણી કરવામાં આવી છે. આજે મળેલી સામાન્ય સભામાં સંગઠન દ્વારા સીધું જ મેન્ડેટ મોકલી આપવામાં આવતા સૌના આશ્ચર્ય વચ્ચે મેયર તરીકે મીરા પટેલની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે નટવરજી મથુરજી ઠાકોરની નિમણુક કરવામાં આવી છે.
ગાંધીનગર મનપામાં છેલ્લા કેટલાય દિવસોથી ઉત્તર-દક્ષિણની વર્ચસ્વની લડાઈ વચ્ચે ટલ્લે ચડેલી મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડીંગ ચેરમેનની નિમણુંકની પસંદગીના સસ્પેન્સનો અંત આવી ગયો છે. આજે મળેલી સામાન્ય સભામાં સંગઠન દ્વારા સીધું જ મેન્ડેટ મોકલી આપવામાં આવતા સૌના આશ્ચર્ય વચ્ચે મેયર તરીકે મીરા પટેલની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર એકમાંથી આવતા નટવરજી મથુરજી ઠાકોરની સત્તાવાર નિમણુંક કરી દેવાઈ છે. ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં શાસક પક્ષના 43 સભ્યો દ્વારા આજે મહિલા મેયર તરીકે વોર્ડ નંબર 10ના કાઉન્સિલર મીરા પટેલની અને ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર એકમાંથી આવતા નટવરજી મથુરજી ઠાકોરની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે.