Anant Ambani wedding: આ ગ્રુપ ફોટોમાં કોણ કોણ છે કહો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હજુ ઘણા દિવસો બાકી છે, પરંતુ દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ્સની તસવીરો જોવા મળતી હોય છે. પહેલી પ્રી-વેડિંગ પાર્ટી ભારતમાં યોજાઈ હતી, જેના કારણે તેની તસવીરો બેક ટુ બેક સામે આવી હતી, પરંતુ બીજી પ્રી-વેડિંગ પાર્ટી યુરોપમાં યોજાઈ હતી. ઈટાલી અને ફ્રાન્સમાં આખો અંબાણી પરિવાર સેલિબ્રેશનમાં ડૂબેલો જોવા મળ્યો હતો. બોલિવૂડ સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. હવ આ બધા વચ્ચે જ ક્રુઝ પાર્ટીનો એક ગ્રુપ ફોટો વાયરલ થયો છે. જેમાં બોલીવૂડ સ્ટાર્સ અને ક્રિકેટર્સ જોવા મળે છે. બધા બ્લેક આઉટફીટમાં જ છે.
આ પણ વાંચો: હવે આવ્યા નવા ન્યૂઝઃ અનંત અંબાણીના વેડિંગનું લોકેશન ચેન્જ થશે?
જે તસવીર સામે આવી છે તે ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તમે સલમાન ખાનને બ્લેક સૂટમાં જોઈ શકો છો. મહેન્દ્ર સિંહ ધોની તેની બાજુમાં બેઠો જોવા મળે છે. સલમાન ખાનની જેમ તેણે પણ બ્લેક સૂટ પહેર્યો છે. બંનેના ચહેરા પર સ્મિત છે. રણવીર સિંહ પણ સલમાન ખાનની પાછળ ઉભો જોવા મળી રહ્યો છે.
અભિનેતા હંમેશની જેમ ખૂબ જ ઉત્સાહિત છે. તેણે ઓલ બ્લેક સૂટ પહેર્યો છે. તેણે આ લુકને સફેદ બો સાથે કમ્પ્લીટ કર્યો છે. આ તસવીરમાં સલમાન ખાનનો ભત્રીજો પણ જોવા મળી રહ્યો છે. સોહેલ ખાનનો પુત્ર પણ બ્લેક સૂટમાં સ્ટાઇલિશ લાગી રહ્યો છે. તમે તેને રણવીર સિંહની સામે જ ઉભેલા જોઈ શકો છો.
આ પણ વાંચો: Anant Ambani’s Birthday: જામનગરના ઉજવણી દરમિયાન સલમાન ખાને અનંત અંબાણી માટે ગીત ગાયું, જુઓ વિડીયો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તારીખ 12 જુલાઈ રાખવામાં આવી છે. આ દિવસે Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ભવ્ય લગ્ન સમારંભ યોજાશે. કહેવાની જરૂર નથી કે વેડિંગ ફંક્શન પણ પ્રી-વેડિંગની જેમ જ શાહી સ્ટાઇલમાં યોજાશે. આમાં પણ બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીના સ્ટાર્સનો જમાવડો જોવા મળશે. લગ્નની વિધિઓ અને રીત-રિવાજો ત્રણ દિવસ સુધી ચાલશે.